IPL 2025, MS Dhoni : આઈપીએલ 2024ની સિઝન મહેન્દ્રસિંહ ધોનીના રંગે રંગાયેલી હતી. તે જ્યાં પણ જતો ત્યાં ઘરેલું પ્રશંસકો પણ પોતાની ટીમને છોડીને પીળા રંગની જર્સીમાં જોવા મળતા હતા. લોકો તેને બેટિંગ જોવા માટે અન્ય ખેલાડીઓના આઉટ થવાની રાહ જોતા હતા. જોકે આ વર્ષે સ્થિતિમાં થોડો બદલાવ આવ્યો છે. હવે ઘણા લોકો ધોનીના સંન્યાસ લેવાના પક્ષમાં છે. ચેન્નાઈની ટીમમાં બેટ્સમેન તરીકેની તેની ભૂમિકા સમજાતી નથી. ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે આવા લોકોને જવાબ આપ્યો છે.
ફ્લેમિંગે રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સની હાર અંગે વાત કરી હતી. ફ્લેમિંગે એમ પણ કહ્યું હતું કે ધોની જ તેનો બેટિંગ ક્રમ નક્કી કરે છે અને ટીમમાં જરૂરી સંતુલન લાવે છે.
ધોનીના ઘૂંટણ હવે પહેલા જેવા નથી – ફ્લેમિંગ
ફ્લેમિંગે જણાવ્યું હતું કે આ સમયની વાત છે. ધોની જજ કરે છે. તેના ઘૂંટણ એવા નથી જેવા થોડા સમય પહેલા હતા. તે યોગ્ય રીતે મૂવ કરી રહ્યો છે. જોકે તે સંપૂર્ણપણે ઠીક નથી. તે 10 ઓવરમાં દોડને બેટિંગમાં કરી શકતો નથી. તેથી તે તે દિવસે તે નક્કી કરે છે કે તે આપણને શું આપી શકે છે. જો મેચ આજની જેમ સંતુલિત હોય તો તે થોડી વહેલી બેટિંગ કરવા ઉતરે છે, બાકીનો સમય તે અન્ય ખેલાડીઓને તક આપે છે. તે બેલેન્સ કરી રહ્યો છે.
આ પણ વાંચો – એમએસ ધોની પર સેહવાગે કર્યો કટાક્ષ, મનોજ તિવારીએ કહ્યું – કોચ ધોનીને ઉપર જવાનું કહી શકતા નથી
ધોની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે – ફ્લેમિંગ
ફ્લેમિંગે એવો સંકેત પણ આપ્યો હતો કે તેમની ટીમ ધોનીને ન રમાડવા અંગે વિચારી રહી નથી. ધોની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે મેં ગયા વર્ષે પણ કહ્યું હતું કે તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું નેતૃત્વ અને વિકેટકીપિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેના માટે ધોનીને 9-10 ઓવર બેટિંગ કરવા માટે મોકલવામાં આવશે નહીં. તેણે ક્યારેય આવું કર્યું નથી. તે 13-14 ઓવર બાદ જ બેટિંગ કરવા માટે ઉતરે છે. તે જુએ છે કે પરિસ્થિતિ શું છે.