IPL 2025: આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. આ સિઝન પહેલા મેગા હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં ટીમોએ ઘણા યુવા અને નવા નામો પર બોલી લગાવી હતી. આ ખેલાડીઓએ અલગ-અલગ ટૂર્નામેન્ટમાં ફ્રેન્ચાઇઝીને પ્રભાવિત કર્યા છે. આ સિઝનમાં તેમના પર ખાસ નજર રહેશે. આમાંથી કેટલાક ખેલાડીઓ કરોડપતિ પણ બની ગયા હતા. ફ્રેન્ચાઇઝી ઇચ્છે છે કે તે રકમ અનુસાર પ્રદર્શન કરે.
નૂર અહમદ
અફઘાનિસ્તાનના નૂર અહમદને ચેન્નાઈ સુપર કિંગ્સે 10 કરોડમાં ખરીદ્યો હતો. આ ચાઇનામેન બોલર દુનિયાભરની ઘણી લીગમાં રમી ચૂક્યો છે. નૂર અહમદે 2023માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 23 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.
વૈભવ સૂર્યવંશી
આઈપીએલ 2025 મેગા હરાજીમાં આ ખૂબ જ ચર્ચિત નામ હતું. બિહાર તરફથી રમતા 13 વર્ષના આ ખેલાડીને રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડમાં ખરીદ્યો હતો. ડાબોડી બેટ્સમેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે માત્ર એક જ ટી-20 રમ્યો છે અને 13 રન ફટકાર્યા હતા.
પ્રિયાંશ આર્ય
દિલ્હીના ઓપનર પ્રિયાંશ આર્યએ દિલ્હી પ્રીમિયર લીગ 2024માં સિક્સર ફટકારવાની પોતાની ક્ષમતાથી ઘણાને પ્રભાવિત કર્યા હતા. પંજાબ કિંગ્સે 3.80 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો હતો. પોતાની આક્રમક બેટિંગ અને બોલરો પર હાવી થવાની ક્ષમતા માટે જાણીતા આર્યના શાનદાર ડીપીએલ પ્રદર્શને તેને લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનાવી દીધો હતો.
સૂર્યાંશ શેઝ
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના સ્ટાર ખેલાડી સૂર્યાંશ શેઝે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં 251.92ના સ્ટ્રાઇક રેટથી 131 રન બનાવ્યા હતા. ડેથ ઓવર્સમાં તેની ધમાકેદાર બેટિંગને જોતા સૂર્યાંશ શેઝને પંજાબ કિંગ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે નવ ટી-20 મેચમાં 131 રન ફટકાર્યા છે અને 8 વિકેટ પણ ઝડપી છે.
શેખ રાશિદ
ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ રહેલા શેખ રાશિદને વધુ રમવાની તક મળી ન હતી. પરંતુ આ ફેરફાર બાદ રાશિદને આ સિઝનમાં કેટલીક મેચો રમવાની તક મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે એપીએલ 2024માં તે કોસ્ટલ રાઇડર્સમાં 140.75ના સ્ટ્રાઇક-રેટ સાથે ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. રાશિદ 2022માં અંડર-19 વર્લ્ડ કપ જીતનારા ગ્રુપનો વાઈસ કેપ્ટન હતો.





