આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સને મળશે હવે ગુજરાતી માલિક, જાણો કોણ ખરીદશે અને કેટલી છે નેટવર્થ

Gujrat Titans : આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સને સીવીસી કેપિટલ પાર્ટનર્સે (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) 2021માં 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી

Written by Ashish Goyal
February 11, 2025 18:00 IST
આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સને મળશે હવે ગુજરાતી માલિક, જાણો કોણ ખરીદશે અને કેટલી છે નેટવર્થ
આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સને ટૂંક સમયમાં નવા માલિક મળશે (તસવીર - @gujarat_titans)

Gujrat Titans : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને ટૂંક સમયમાં નવા માલિક મળી શકે છે કારણ કે ટોરેન્ટ ગ્રૂપ ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધારે હિસ્સો ખરીદવાની નજીક છે. સીવીસી કેપિટલ પાર્ટનર્સે (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) 2021માં આ ટીમને ખરીદી હતી. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ હવે ટીમમાં 67 ટકા હિસ્સો ખરીદશે.

આઈપીએલ 2025 પહેલા થઇ જશે ડીલ

આ ડીલને હજુ સુધી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની આખરી મંજૂરી મળવાની બાકી છે. એક વખત મંજૂરી મળી જાય તે પછી 21મી માર્ચથી ટૂર્નામેન્ટ શરુ થાય તે પહેલા ફ્રેન્ચાઈઝીની માલિકી ટોરેન્ટ ગ્રુપની થઇ જશે.

ટોરેન્ટ ગ્રુપને 67 ટકા હિસ્સો મળશે

આઈપીએલના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે ટોરેન્ટ ગ્રુપ દ્વારા બે તૃતીયાંશ માલિકી (67 ટકા) હસ્તગત કરવા માટે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. એકમાત્ર માલિક તરીકે સીવીસી સમૂહ માટે લોક-ઇન સમયગાળો ફેબ્રુઆરીના અંતમાં સમાપ્ત થશે, જે પછી તેઓ હિસ્સો વેચવા માટે સ્વતંત્ર છે.

ટોરેન્ટ ગ્રુપ ભારતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના સૌથી મોટા નામોમાંથી એક છે અને 2021માં જ્યારે બીસીસીઆઈએ બે નવી ટીમો માટે બિડ મંગાવી હતી, ત્યારે તેઓએ તેમાં ઘણો રસ દાખવ્યો હતો. માલિકીમાં કોઈપણ ફેરફાર માટે બીસીસીઆઈની મંજૂરી લેવી જરૂરી છે. આ સોદાને આગામી કેટલાક દિવસોમાં મંજૂરી મળવાની સંભાવના છે.

આ પણ વાંચો – કાવ્યા મારન વધુ એક નવી ટીમની માલિક બની! જાણો લીગ ક્રિકેટની માલેતુજાર મહિલા માલિક વિશે

ટોરેન્ટ ગ્રુપ બિઝનેસનું ટર્નઓવર

ટોરેન્ટ ગ્રુપે ઘણા જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય બનાવ્યો છે. ફાર્મા ઉપરાંત ગેસ અને પાવર સેક્ટરમાં પણ તેમનું મોટું નામ છે. આ ગ્રુપની શરૂઆત ઉત્તમભાઈએ કરી હતી. પીટીઆઈના સમાચાર મુજબ વર્ષ 2024માં જૂન સુધીમાં આ ગ્રુપની માર્કેટ કેપિટલાઈઝેશન 20 બિલિયન ડોલર એટલે કે 1.68 કરોડ રૂપિયા હતી. ઉત્તમભાઈને બે પુત્રો છે, સુધીર અને સમીર મહેતા. બંનેએ આ ગ્રુપને આગળ ધપાવ્યું હતું.

મહેતા બંધુઓની નેટવર્થ

વર્ષ 2024માં ફોર્બ્સની યાદી અનુસાર આ ભાઈઓ (સમીર અને સુધીર)ની નેટવર્થ 1 લાખ 41 હજાર કરોડ રૂપિયા હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુધીર મહેતાનો પુત્ર જીનલ મહેતા આઇપીએલનું કામ સંભાળશે. તેમણે સિડનીની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી બીબીએસ (બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ) અને એમબીએ કર્યું છે. તેઓ ટોરેન્ટ પાવરના એમડી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ