scorecardresearch

આઇપીએલ હરાજી: 2008થી 2022 સુધી કઇ સિઝનમાં કયા ખેલાડીને મળ્યા સૌથી વધારે રૂપિયા, જાણો

IPL 2023 Auction : 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે. IPLની હરાજીમાં કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે, જેમાં ઘણા ખેલાડીઓનો ભાવ કરોડોમાં બોલાઇ શકે છે

આઇપીએલ હરાજી: 2008થી 2022 સુધી કઇ સિઝનમાં કયા ખેલાડીને મળ્યા સૌથી વધારે રૂપિયા, જાણો
બેન સ્ટોક્સ (તસવીર – બેન સ્ટોક્સ ટ્વિટર)

IPL 2023 Auction : 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે. IPLની મિની હરાજીમાં કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે. શોર્ટલિસ્ટ કરાયેલા 405 ક્રિકેટર્સમાંથી 273 ભારતીય ખેલાડી છે. જ્યારે 132 વિદેશી ક્રિકેટર્સ છે. આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લાગવાની છે. જેમાં ઘણા ખેલાડીઓનો ભાવ કરોડોમાં બોલાઇ શકે છે. અમે અહીં જણાવી રહ્યા છીએ કે 2008થી લઇને 2022 સુધી કઇ સિઝનમાં કયા ખેલાડીને સૌથી વધારે રૂપિયા મળ્યા હતા.

કઇ સિઝનમાં કયા ખેલાડીને મળ્યા સૌથી વધારે રૂપિયા

2008 : ચેન્નાઇ સુપર કિંગ્સે મહેન્દ્રસિંહ ધોનીને 9.5 કરોડમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

2009 : કેવિન પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9.8 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સે એન્ડ્રયુ ફ્લિન્ટોફને 9.8 કરોડમાં ખરીદ્યો હતો.

2010 : મુંબઇ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને અને કોલકાતા નાઇટ રાઇડર્સે શેન બોન્ડને 4.8 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

2011 : કોલકાતા નાઇટ રાઇડર્સે ગૌતમ ગંભીરને રૂપિયા 14.09 કરોડમાં ખરીદ્યો હતો.

2012 : ચેન્નાઇ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને રૂપિયા 12.8 કરોડમાં પોતાની ટીમમાં સમાવ્યો હતો.

આ પણ વાંચો – આઇપીઅલમાં સૌથી વધારે રન કરનાર ટોપ 10 બેટ્સમેન, વિરાટ કોહલી છે નંબર વન

2013 : મુંબઇ ઇન્ડિયન્સે ગ્લેન મેક્સવેલને રૂપિયા 6.3 કરોડમાં ખરીદ્યો હતો.

2014 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુવરાજ સિંહને રૂપિયા 14 કરોડમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

2015 : દિલ્હી કેપિટલ્સે યુવરાજ સિંહને રૂપિયા 16 કરોડમાં ખરીદ્યો હતો.

2016 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શેન વોટસનને રૂપિયા 9.5 કરોડમાં ખરીદ્યો હતો.

2017 : રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે રૂપિયા 14.5 કરોડમાં બેન સ્ટોક્સને ખરીદ્યો હતો.

2018 : રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સને રૂપિયા 12.5 કરોડમાં ખરીદ્યો હતો.

2019 : રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને અને પંજાબ કિંગ્સે વરૂણ ચક્રવર્તીને રૂપિયા 8.4 કરોડમાં ખરીદ્યો હતો.

2020 : કેઆરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને આઇપીએલ 2020 હરાજીમાં 15.5 કરોડ રૂપિયામાં ખરીદી પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

2021 : ક્રિસ મોરિસ અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે IPL 2021માં 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

2022 : ભારતીય વિકેટકિપર બેટ્સમેન ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ટીમનો ભાગ બનાવ્યો હતો.

Web Title: Ipl auction 2023 know about ipl top most sold players

Best of Express