IPL Mega Auction 2025: IPL મેગા ઓક્શન 2025: આઈપીએલ ઓક્શન 2025 માટે ફાઇનલ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. 24 અને 25 નવેમ્બરે યોજાનારી હરાજી માટે કુલ 574 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ વખતે આઇપીએલ ઓક્શન સાઉદી અરબના જેદ્દાહમાં યોજાશે અને ભારતીય સમય પ્રમાણે તે બપોરે 3.30 વાગ્યાથી શરુ થશે.
IPL Auction 2025: આઈપીએલ ઓક્શન 2025માં 574 ક્રિકેટરોની હરાજી થશે
આ હરાજી માટે પસંદ કરાયેલા 574 ખેલાડીઓમાં 366 ભારતીયો અને 208 વિદેશી ક્રિકેટરોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓ સામેલ છે. આઈપીએલ ઓક્શનમાં 318 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે દરેક ટીમમાં કુલ 204 સ્લોટ ખાલી રહેશે, જેમાં વિદેશી ખેલાડીઓ માટે 70 સ્લોટ ઉપલબ્ધ હશે.
આઈપીએલ ઓક્શન 2025 બેઝ પ્રાઇસ
આઈપીએલ ઓક્શન 2024માં કુલ 81 ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. આ વખતે સૌથી ઓછી બેઝ પ્રાઈઝ 30 લાખ રુપિયા છે અને આ બેઝ પ્રાઈઝ પર કુલ મળીને 320 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
પંત અને શ્રેયસને પ્રથમ સેટમાં સ્થાન મળ્યું
આઈપીએલ ઓક્શન 2024માં માર્કી પ્લેયર્સના પહેલા સેટમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંતને સ્થાન મળ્યું છે, બંનેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. પ્રથમ સેટના અન્ય ખેલાડીઓમાં જોસ બટલર, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ અને મિચેલ સ્ટાર્કનો સમાવેશ થાય છે.
બીજી તરફ રિલીઝ થયેલા ખેલાડીઓમાં વધુ એક મોટું નામ કેએલ રાહુલને માર્કી પ્લેયર્સના બીજા સેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે અને તેને મોહમ્મદ શમી, લિયામ લિવિંગસ્ટોન, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ જેવા નામો સાથે એક જ સેટમાં રાખવામાં આવ્યો છે. આ હરાજીમાં જોફ્રા આર્ચર અને કેમરુન ગ્રીન જેવા ખેલાડીઓ જોવા નહીં મળે.





