IPL Final 2025 RCB vs PBKS : આઈપીએલ 2025 ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વખત આઇપીએલ ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ જીતમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
કૃણાલ પંડ્યા બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો અને 5 બોલમાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. પરંતુ બોલિંગમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા અને પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિસની મહત્વની વિકેટ પણ લીધી હતી.
કૃણાલ પંડ્યાએ મેળવી ખાસ સિદ્ધિ
કૃણાલ પંડ્યાને આઈપીએલ 2025 ની ફાઇનલ પછી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલની બે સિઝનની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. આ પહેલા કૃણાલ પંડ્યા 2017માં મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય હતો ત્યારે આ સિદ્ધિ મેળવી હતી.
2008માં આઈપીએલ પ્રથમ સિઝનની ફાઈનલ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ મેન ઓફ ધ મેચ બન્યો હતો. રાજસ્થાન રોયલ્સને જીત સુધી પહોંચાડતા યુસુફ પઠાણે ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ત્રણ વિકેટ ઝડપી હતી અને અડધી સદી પણ ફટકારી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2025માં આરસીબી ચેમ્પિયન બન્યા પછી વિરાટ કોહલીએ કહી આવી વાત
અનિલ કુંબલે હારવા છતા મેન ઓફ ધ મેચ બન્યો હતો
રસપ્રદ બાબત એ છે કે ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે એકમાત્ર એવો ખેલાડી છે કે જે ફાઈનલમાં હારવા છતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. અનિલ કુંબલેએ 2009ની ફાઇનલમાં ડેક્કન ચાર્જર્સ સામે આરસીબી માટે 4/16નો શાનદાર સ્પેલ કર્યો હતો. જોકે તેની ટીમ 6 રનથી હારી ગઈ હતી.
આઈપીએલ 2008 થી 2025 સુધી આઈપીએલ ફાઇનલના પ્લેયર ઓફ ધ મેચ
વર્ષ | ફાઇનલ | પ્લેયર ઓફ ધ મેચ | પ્રદર્શન |
2008 | રાજસ્થાન રોયલ્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | યુસુફ પઠાણ (આર.આર.) | 39 બોલમાં 56 રન22 રનમાં 3 વિકેટ |
2009 | ડેક્કન ચાર્જર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | અનિલ કુંબલે (આરસીબી) | 16 રનમાં 4 વિકેટ |
2010 | ચેન્નઈ સુપર કિંગ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ | સુરેશ રૈના (સીએસકે) | 35 બોલમાં અણનમ 57 રન, 21 રનમાં 1 વિકેટ |
2011 | ચેન્નઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | મુરલી વિજય (સીએસકે) | 52 બોલમાં 95 રન |
2012 | કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ | મનવિંદર બિસ્લા (કેકેઆર) | 48 બોલમાં 89 રન |
2013 | મુંબઈ ઈન્ડિયન્સ વિનચેન્નઈ સુપર કિંગ્સ | કિરોન પોલાર્ડ (એમઆઇ) | 32 બોલમાં અણનમ 60 રન |
2014 | કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ | મનીષ પાંડે (કેકેઆર) | 50 બોલમાં 94 રન |
2015 | મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | રોહિત શર્મા (એમઆઈ) | 26 બોલમાં 50 રન |
2016 | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | બેન કટિંગ (SRH) | 15 બોલમાં અણનમ 39 રન |
2017 | મુંબઈ ઈન્ડિયન્સ વિ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ | કૃણાલ પંડ્યા (એમઆઇ) | 38 બોલમાં 47 રન |
2018 | ચેન્નઈ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | શેન વોટસન (સીએસકે) | 57 બોલમાં અણનમ 117 રન |
2019 | મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | જસપ્રીત બુમરાહ (એમઆઈ) | 14 રનમાં 2 વિકેટ |
2020 | મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ | ટ્રેન્ટ બોલ્ટ (MI) | 30 રનમાં 3 વિકેટ |
2021 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ | ફાફ ડુ પ્લેસિસ (સીએસકે) | 59 બોલમાં 86 રન |
2022 | ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ | હાર્દિક પંડ્યા (જી.ટી.) | 30 બોલમાં 34 રન17 રનમાં 3 વિકેટ |
2023 | ચેન્નઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ | ડેવોન કોનવે (સીએસકે) | 25 બોલમાં 47 રન |
2024 | કોલકાતા નાઇટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | મિશેલ સ્ટાર્ક (કેકેઆર) | 14 રનમાં 2 વિકેટ |
2025 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ | કૃણાલ પંડ્યા (આરસીબી) | 04 રન17 રનમાં 2 વિકેટ |