CSK vs KKR IPL 2025 Updates, Chennai Super Kings vs Kolkata Knight Riders: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 10.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ચેન્નઇનો સતત પાંચમો પરાજય થયો છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.





