KKR vs GT : આઈપીએલ 2025, ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત, નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું

KKR vs GT Score, Kolkata Knight Riders vs Gujarat Titans IPL 2025 : શુભમન ગિલના 55 બોલમાં 10 ફોર અને 3 સિક્સર સાથે 90 રન. સાઇ સુદર્શનના 52 રન. ગુજરાત ટાઇટન્સનો 39 રને વિજય

Written by Ashish Goyal
Updated : April 21, 2025 23:59 IST
KKR vs GT : આઈપીએલ 2025,  ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત, નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું
IPL 2025 KKR vs GT : આઈપીએલ 2025, ગુજરાત વિ કોલકાતા વચ્ચે મેચ

KKR vs GT IPL 2025 Updates, Kolkata Knight Riders vs Gujarat Titans : શુભમન ગિલ (90) અને સાઇ સુદર્શનની અડધી સદી (52)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 39 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાતે 12 પોઇન્ટ સાથે નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

Read More
Live Updates

IPL 2025 KKR vs GT Live : ગુજરાત ટાઇટન્સનો 39 રને વિજય

શુભમન ગિલ (90) અને સાઇ સુદર્શનની અડધી સદી (52)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 39 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાતે 12 પોઇન્ટ સાથે નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ ખાને સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.

IPL 2025 KKR vs GT Live : રિંકુ સિંહ 17 રને આઉટ

રિંકુ સિંહ 14 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 17 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 151રને આઠમી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : . કેકેઆરે 119 રને સાતમી વિકેટ ગુમાવી

આન્દ્રે રસેલ 15 બોલમાં 21, રમનદીપ સિંહ 1 અને મોઇન અલી ખાતું ખોલાયા વિના આઉટ થયો. કેકેઆરે 119 રને સાતમી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : રહાણે 50 રને આઉટ

અજિંક્ય રહાણે 36 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન બનાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 91 રને ચોથી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : વેંકટેશ ઐયર આઉટ

વેંકટેશ ઐયર 19 બોલમાં 14 રન બનાવી સાઇ કિશોરનો શિકાર બન્યો. કોલકાતાએ 84 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : સુનીલ નારાયણ 17 રને આઉટ

સુનીલ નારાયણ 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 17 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો. કેકેઆરે 43 રને બીજી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : ગુરબાઝ 1 રને આઉટ

રહમાનુલ્લાહ ગુરબાઝ 4 બોલમાં 1 રન બનાવી સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો. કોલકાતાએ 2 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : કોલકાતા નાઇટ રાઇડર્સને 199 રનનો પડકાર

આઈપીએલ 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવી લીધા છે. કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 199 રનનો પડકાર મળ્યો છે

IPL 2025 KKR vs GT Live : બટલરના અણનમ 41 રન

જોશ બટલરના 23 બોલમાં 8 ફોર સાથે અણનમ 41 રન. શાહરુખ ખાનના 5 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 11 રન.

IPL 2025 KKR vs GT Live : રાહુલ તેવાટિયા ખાતું ખોલાયા વિના આઉટ

રાહુલ તેવાટિયા 2 બોલમાં ખાતું ખોલાયા વિના હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 177 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : શુભમન ગિલ 90 રને આઉટ

શુભમન ગિલ 55 બોલમાં 10 ફોર અને 3 સિક્સર સાથે 90 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 172 રને બીજી વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : સુદર્શન 52 રને આઉટ

સાઇ સુદર્શન 36 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 52 રને રસેલની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 114 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025 KKR vs GT Live : ગિલ અને સુદર્શનની અડધી સદી

શુભમન ગિલે 34 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. જ્યારે સાઇ સુદર્શને 33 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ગુજરાતે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

IPL 2025 KKR vs GT Live : ગુજરાતના 100 રન

ગુજરાત ટાઇટન્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા. શુભમન ગિલ અને સાઇ સુદર્શન રમતમાં છે.

IPL 2025 KKR vs GT Live : ગિલ અને સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા

ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ અને સાઇ સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા. વૈભવ અરોરાની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા.

IPL 2025 KKR vs GT Live : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

IPL 2025 KKR vs GT Live : કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન

સુનીલ નારાયણ, રહમનુલ્લહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

IPL 2025 KKR vs GT Live : કેકેઆરે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

IPL 2025 KKR vs GT Live : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં કોલકાતા અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાંથી 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 207 રન અને લોએસ્ટ સ્કોર 148 રન છે. જ્યારે ગુજરાતનો હાઇએસ્ટ સ્કોર 204 અને લોએસ્ટ સ્કોર 156 રન છે.

IPL 2025 KKR vs GT Live : ગુજરાત વિ કોલકાતા વચ્ચે મેચ

આઈપીએલ 2025ની 39મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ