PBKS vs KKR IPL 2025 Updates, Punjab Kings vs Kolkata Knight Riders : ચહલ સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લો સ્કોરિંગ મેચમાં 16 રને રોમાંચક વિજય મેળવ્યો છે. પંજાબ કિંગ્સે 15.3 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતા 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પંજાબે આઈપીએલના ઇતિહાસનો સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કર્યો છે.
પંજાબ કિંગ્સ તરફથી ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જાન્સેને 3 વિકેટ, અર્શદીપ સિંહ, મેક્સવેલ અને બાર્ટલેટે 1-1 વિકેટ ઝડપી હતી.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઇંગ્લિશ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, એનરિચ નોર્ત્જે, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.





