ipl most runs list 2023 : આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ચેન્નઇએ ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. સીએકે પાંચમી વખત ચેમ્પિયન બનવા સફળ રહી છે. રનર્સ અપ ગુજરાત ટાઇટન્સની વાત કરવામાં આવે તો તે સતત બીજા ટાઇટલથી વંચિત રહી હતી. જોકે ગુજરાતના ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનની પ્રભાવિત કર્યા છે. ગુજરાતના શુભમન ગિલ માટે આ સિઝન શાનદાર રહી છે. આઈપીએલ 2023માં સૌથી વધારે રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.
શુભમન ગિલના 890 રન
શુભમન ગિલ આઈપીએલ 2023 નો સૌથી સફળ બેટ્સમેન બન્યો છે. ગુજરાતના ઓપનરે આ સિઝનની 17 ઇનિંગ્સમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 157.80ની રહી છે. ગિલે આ સિઝનમાં 3 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી. તેણે 85 ફોર અને 33 સિક્સર ફટકારી છે.
આ પણ વાંચો – ipl 2023 records team : આઈપીએલ 2023માં સૌથી મોટો સ્કોર લખનઉ સુપર જાયન્ટ્સે બનાવ્યો
ગિલ માત્ર 23 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેણે શોન માર્શ (24 વર્ષ)નો રેકોર્ડ તોડ્યો છે. આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ગિલથી આગળ હવે ફક્ત વિરાટ કોહલી છે. કોહલીએ એક સિઝન (2016)માં સૌથી વધારે 973 રન બનાવ્યા છે.
આઈપીએલ 2023માં સૌથી વધારે રન કરનાર ટોપ 10 પ્લેયર્સ
ખેલાડી | ટીમ | મેચ | રન | એવરેજ |
શુભમન ગિલ | ગુજરાત ટાઇટન્સ | 17 | 890 | 59.33 |
ફાફ ડુ પ્લેસિસ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 14 | 730 | 56.15 |
ડેવોન કોનવે | ચેન્નઇ સુપર કિંગ્સ | 16 | 672 | 51.69 |
વિરાટ કોહલી | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 14 | 639 | 53.25 |
યશસ્વી જયસ્વાલ | રાજસ્થાન રોયલ્સ | 14 | 625 | 48.08 |
સૂર્યકુમાર યાદવ | મુંબઈ ઇન્ડિયન્સ | 16 | 605 | 43.21 |
ઋતુરાજ ગાયકવાડ | ચેન્નઇ સુપર કિંગ્સ | 16 | 590 | 42.14 |
ડેવિડ વોર્નર | દિલ્હી કેપિટલ્સ | 14 | 516 | 36.86 |
રિંકુ સિંહ | કોલકાતા નાઇટ રાઇડર્સ | 14 | 474 | 59.25 |
ઇશાન કિશન | મુંબઈ ઇન્ડિયન્સ | 15 | 454 | 30.27 |