આઈપીએલ મેચ જોવા હવે વધારે પૈસા ચુકવવા પડશે, જાણો 1000 રૂપિયાની ટિકિટ પર હવે કેટલો ટેક્સ લાગશે

GST IPL Tickets Rate : ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ હવે આઈપીએલની મેચો જોવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. કેન્દ્ર સરકારે પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇવેન્ટ પર જીએસટી દર 28 ટકાથી વધારીને 40 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ આઇપીએલની ટિકિટોના ભાવમાં વધારો થશે

Written by Ashish Goyal
September 04, 2025 14:42 IST
આઈપીએલ મેચ જોવા હવે વધારે પૈસા ચુકવવા પડશે, જાણો 1000 રૂપિયાની ટિકિટ પર હવે કેટલો ટેક્સ લાગશે
આઈપીએલ ટ્રોફી (તસવીર - @IPL)

GST IPL Tickets Rate : ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ હવે આઈપીએલની મેચો જોવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. કેન્દ્ર સરકારે પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇવેન્ટ પર જીએસટી દર 28 ટકાથી વધારીને 40 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ આઇપીએલની ટિકિટોના ભાવમાં વધારો થશે.

હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ઉદાહરણ તરીકે જો કોઇ દર્શકે 1000 રૂપિયાની ટિકિટ ખરીદવી હોય તો તેના પર 28 ટકા જીએસટી લાગુ થયા બાદ તેની કિંમત 1280 રૂપિયા હતી. પરંતુ હવે 40 ટકા જીએસટી બાદ આ ટિકિટની કિંમત 1400 રૂપિયા થશે. એટલે કે ટેક્સના કારણે દર્શકોને લગભગ 120 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. વધારાના સ્ટેડિયમ ચાર્જ અને ઓનલાઇન બુકિંગ ચાર્જને ઉમેરીને આઇપીએલની ટિકિટની કિંમતમાં વધુ વધી શકે છે.

સામાન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર 18 ટકા જીએસટી

સરકારના તાજેતરના નિર્ણય અનુસાર આ ટેક્સ કેસિનો, રેસ ક્લબ અને આઇપીએલ જેવી પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર લાગુ થશે. રસપ્રદ બાબત એ છે કે સામાન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર હાલ 18 ટકા જીએસટી લાગશે. એટલે કે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અથવા ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ જેવી આંતરરાષ્ટ્રીય મેચ જોનારા લોકો પર ટેક્સનો આ નવો બોજ આવશે નહીં.

શું આ નિયમ પીકેએલ અને આઈએસએલમાં પણ લાગુ થશે?

જીએસટી કાઉન્સિલ દ્વારા દરો નક્કી કરવામાં આવ્યા બાદ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું આ જ ટેક્સ પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) અને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) જેવી ઇવેન્ટને લાગુ પડશે કે પછી હાલમાં માત્ર આઇપીએલને જ તેના દાયરામાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો – એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ, જાણો કઇ સિઝનમાં કઇ ટીમ વિજેતા બની, કોણે જીત્યા છે સૌથી વધારે ટાઇટલ

સિનેમા પ્રેમીઓ માટે રાહત

તો બીજી તરફ સિનેમા પ્રેમીઓને રાહત થઇ છે. 100 રૂપિયા સુધીની કિંમતની મૂવી ટિકિટ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, જે અગાઉ 12 ટકા હતો. જો કે 100 રૂપિયાથી વધુની કિંમતની ટિકિટો પર જીએસટી 18 ટકા જ રહેશે.

રમતગમતનો સામાન સસ્તો થયો

રમતપ્રેમીઓ માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે રમત-ગમતનો સામાન સસ્તો થયો છે. સરકારે સ્પોર્ટ્સમાં ઉપયોગમાં લેવાતા સ્પેશિયલ ગ્લોવ્ઝ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. એ જ રીતે રમતગમતની ચીજવસ્તુઓ (કસરતના સામાન્ય સાધનો સિવાય) પરનો વેરો ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ કારણે ખેલાડીઓને સીધો ફાયદો થશે, કારણ કે હવે બેડમિંટનના રેકેટ, ક્રિકેટના ગ્લોવ્ઝ, ફૂટબોલ વગેરેની ખરીદી કરવી સસ્તી પડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ