IPL 2025 GT vs LSG Scorecard Gujarat Titans vs Lucknow Super Giants: આઈપીએલ 2025 ની 64મી મેચમાં પ્લેઓફમાં સ્થાન મેળવનાર ગુજરાત ટાઇટન્સનો સામનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થઈ રહ્યો છે. મિચેલ માર્શની સદી અને નિકોલસ પૂરણની અડધી સદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 236 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલ લખનૌની ટીમે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. આ IPLનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે.
મસમોટા 236 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 202 રન બનાવી શકી. લખનૌની ટીમ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેમાં વિલિયમ ઓ’રોર્કે 3 વિકેટ લીધી હતી. ત્યાં જ અવેશ ખાન અને આયુષ બદોનીએ 2-2 વિકેટ લીધી હતી. આકાશ સિંહે 1 વિકેટ લીધી હતી.
ગુજરાતે આ મેચ માટે તેમની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત પ્લેઓફમાં પહોંચી ગયું છે, જ્યારે ઋષભ પંતની કેપ્ટનશીપમાં લખનૌ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું છે. ગિલ પંતની ટીમને હરાવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરશે અને પ્રથમ સ્થાને રહેશે. ત્યાં જ પંત આ મેચ જીતીને પોતાનું રેન્કિંગ સુધારવાનો પ્રયાસ કરશે.
ગુજરાતે અત્યાર સુધી સિઝનમાં રમાયેલી 12 મેચમાંથી 9 જીતી છે અને 3 મેચ હારી છે, જ્યારે લખનૌ ખરાબ સ્થિતિમાં છે અને ખાસ કરીને છેલ્લી કેટલીક મેચોમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ટીમે અત્યાર સુધી રમાયેલી 12 મેચમાંથી 5 જીતી છે, જ્યારે તે 7 મેચ હારી છે. ગુજરાત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, જ્યારે લખનૌ હાલમાં 7મા સ્થાને છે. લખનૌના સ્પિનર દિગ્વેશ રાઠી પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તે ગુજરાત સામે રમશે નહીં.