ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) 2023ની સિઝન 31 માર્ચ (શુક્રવાર)ના રોજ શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ પછી પ્રથમ એપ્રિલે સિઝનનો પ્રથમ ડબલ હેડર મુકાબલો રમાશે. જ્યાં પંજાબ કિંગ્સ મોહાલીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે અને લખનઉ સુપર જાયન્ટ્સ દિલ્હી સામે ટકરાશે. આ સિઝનમાં કુલ 18 ડબલ હેડર રમાશે જેમાં પ્રથમ મુકાબલો 3:30 વાગ્યેથી શરૂ થશે અને બીજો મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. તમામ ટીમો અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાલા એમ 12 સ્થળોએ મેચો રમશે. IPL 2023માં કુલ 70 મેચો રમાશે. પ્લેઓફ અને ફાઈનલ માટેના સમયપત્રક અને સ્થળોની જાહેરાત પછીની તારીખે કરવામાં આવશે. ફાઇનલ મુકાબલો 28 મે (રવિવાર) ના રોજ રમાશે.