મંગળવારે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 ભારતીયોના મોત બાદ આખા દેશમાં આક્રોશ અને દરેક લોકો પોતપોતાની રીતે પોતાની ભાવનાઓને જાહેર કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટર્સ તથા પૂર્વ ક્રિકેટર્સ પણ આ ઘટનાને કાયરતાપૂર્ણ હરકત ગણાવી છે અને તેની નિંદા કરી છે. ત્યાં જ સુનીલ ગાવસ્કરે આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને પાકિસ્તાનીઓને આડે હાથ લીધા છે.
ગાવસ્કરે ગુરૂવારે એટલે કે 24 એપ્રિલે આરસીબી અને રાજસ્થાનની મેચ દરમિયાન આ આતંકી હુમલાની સખત નિંદા કરી છે. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, હું તે તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.
78,000 વર્ષ સુધી કંઈ બદલાશે નહીં
ગાવસ્કરે આગળ કહ્યું કે, આ ઘટનાએ અમને તમામ ભારતીયોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. હું તમામ આતંકીઓને પૂછવા માંગીશ અને સાથે જ તેમને પૂછવા માંગીશ જેમણે તેમનો સાથ આપ્યો, તેમના આકાઓને પણ આ લડાઈથી શું મળ્યું. છેલ્લા 78 વર્ષમાં એક કિલોમીટર પણ કોઈની સાથે ગઈ નહીં, તો આગામી 78,000 વર્ષ સુધી પણ કંઈ બદલાવાનું નથી. તો કેમ આપણે શાંતિથી રહી ના શકીએ અને પોતાના દેશને મજબૂત બનાવીએ. મારી તે જ અપીલ છે.
આ પણ વાંચો: માટલાનું પાણી પીવાના 7 ફાયદા, ત્વચાથી લઈ વાળ માટે બેસ્ટ
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ એ પણ આ આતંકી ઘટનાની નિંદા કરી હતી અને એક નિવેદન જારી કર્યું હતું. આ સાથે જ ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કરવા માટે બ્લેક આર્મ બેન્ડ પહેર્યા હતા. આ સિવાય 23 માર્ચે રમાયેલ મેચમાં ચીયરલીડર્સનો ડાન્સ અને ફાયરવર્ક પણ કરાયા ન હતા. ત્યાં જ રમતના ઘણા મોર્ચાઓ પર ભારત અને બીસીસીઆઈ એ પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી છે. પાકિસ્તાન સુપર લીગનું પ્રસારણ સોનીએ સંપૂર્ણ રીતે બંધ કરી દીધુ છે. સાથે જ ક્રિકબઝ એ પણ પાકિસ્તાન સુપર લીગને કવર કરવાનું બંધ કરી દીધુ છે.