Venkatesh Iyer IPL Mega Auction: આઈપીએસની મેગા ઓક્શનમાં ભારતીય ક્રિકેટરો પર ઘણા પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રિષભ પંત અને શ્રેયસ અય્યર પછી વેંકટેશ અય્યરની બોલી પણ 20 કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. વેંકટેશ અય્યર માટે KKR અને RCB વચ્ચે ઘણી સ્પર્ધા થઈ હતી. પરંતુ અંતે KKR પોતાના પૂર્વ ખેલાડીને ટીમ સાથે રાખવામાં સફળ રહી હતી. KKRએ વેંકટેશ ઐયર માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. વેંકટેશ ગત સિઝનમાં KKRનો સ્ટાર હતો. KKRએ બિડિંગની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. એક સમયે KKRની બોલી 7.75 કરોડ રૂપિયા હતી. પછી એવું લાગતું હતું કે તે આ રકમ માટે અય્યર સાથે જોડાશે. પરંતુ તે જ ક્ષણે આરસીબીએ પ્રવેશ કર્યો હતો. બોલી 12 થી 14 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. થોડા સમય પછી બોલી 18 અને પછી 19 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો: આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ટોપ-10 ખેલાડીઓની યાદી
થોડા સમય પછી વેંકટેશ અય્યરની બોલી 20 કરોડથી ઉપર પહોંચી ગઈ હતી. KKRની બિડ 20.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આરસીબી પણ અહીંથી પીછેહઠ કરી રહ્યું ન હતું. એક ક્ષણ માટે એવું લાગતું હતું કે વેંકટેશ હરાજીમાં ઈતિહાસ રચશે અને રિષભ પંત-શ્રેયસ અય્યરને પાછળ છોડી દેશે. જોકે RCB રૂ. 23.75 કરોડની બિડથી પીછેહઠ કરી હતી. આ રીતે વેંકટેશ અય્યર ફરી એકવાર KKR કેમ્પનો ભાગ બનશે.
બે આઈપીએલ ફાઈનલમાં હાફ સેન્ચ્યુરી ફટકારી ચુક્યો છે અય્યર
કોલકાતાએ 2024 આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં વેંકટેશે 26 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ફાઇનલમાં સનરાઇઝર્સે હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં વેંકટેશની ઇનિંગના કારણે KKR ટીમે 114 રનના લક્ષ્યનો પીછો માત્ર 10.3 ઓવરમાં જ કરી લીધો હતો.





