કિરોન પોલાર્ડે IPLમાંથી જાહેર કરી નિવૃત્તિ, મુંબઈ ઇન્ડિયન્સે આપી નવી જવાબદારી

કિરોન પોલાર્ડે કહ્યું - ફ્રેન્ચાઇઝી પ્રત્યે તેની એવી નિષ્ઠા છે તે પોતાને આઈપીએલમાં કોઇ અન્ય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની કલ્પના પણ કરી શકતો નથી

Written by Ashish Goyal
Updated : November 15, 2022 15:13 IST
કિરોન પોલાર્ડે IPLમાંથી જાહેર કરી નિવૃત્તિ, મુંબઈ ઇન્ડિયન્સે આપી નવી જવાબદારી
કિરોન પોલાર્ડની આઈપીએલમાંથી નિવૃત્તિ (ફાઇલ ફોટો)

Kieron Pollard Retirement: વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર કિરોન પોલાર્ડે મંગળવારે આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી 13 સિઝન રમ્યા પછી આ નિર્ણય કર્યો છે. પોલાર્ડે કહ્યું કે ફ્રેન્ચાઇઝી પ્રત્યે તેની એવી નિષ્ઠા છે તે પોતાને આઈપીએલમાં કોઇ અન્ય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની કલ્પના પણ કરી શકતો નથી. પોલાર્ડની નિવૃત્તિની જાહેરાત પછી મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી તેને નવી જવાબદારી આપી છે. પોલાર્ડને મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ કોચ બનાવ્યો છે.

પોલાર્ડે ટ્વિટર પર આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે આ નિર્ણય કરવો આસાન ન હતો કારણ કે હું કેટલાક વધારે વર્ષો સુધી રમવા માંગતો હતો પણ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ચર્ચા પછી મેં પોતાની આઈપીએલ કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. હું સમજું છું કે આ ફ્રેન્ચાઇઝીને ફેરફારની જરૂર છે. જો હું મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમું છું તો હું તેની વિરુદ્ધ રમતો જોઇ ના શકું. વન્સ એન એમઆઈ, ઓલવેજ એ એમઆઈ (એક વખત મુંબઈ ઇન્ડિયન્સ, હંમેશા માટે મુંબઈ ઇન્ડિયન્સ).

આ પણ વાંચો – ઇંગ્લેન્ડને 13 કરોડ, પાકિસ્તાનને મળ્યા 6.5 કરોડ, જાણો 46 કરોડમાંથી ટીમ ઇન્ડિયાને મળ્યા કેટલા રૂપિયા

પોલાર્ડ 13 વર્ષથી ફ્રેન્ચાઇઝી સાથે હતો. પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત વિજેતા બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી છે. મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023 પહેલા પોલાર્ડને રિલીઝ કરી દીધો હતો.

પોલાર્ડની આઈપીએલ કારકિર્દી પર નજર કરવામાં આવે તો 2010માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું અને તે પછી પાંચ વખતની ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યો હતો. તે મુંબઈ તરફથી 211 મેચો રમ્યો છે. આ દરમિયાન 147ની સ્ટ્રાઇક રેટથી 3915 રન બનાવ્યા છે. તેણે ચેમ્પિયન્સ લીગ અને આઈપીએલ અને આઈપીએલમાં મળીને 79 વિકેટ ઝડપી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ