KKR vs SRH IPL 2024 Qualifier 1, Pitch Report & Weather Report: આઈપીએલ 2024 ક્વોલિફાયર 1 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચને લઈને માત્ર બંને ટીમોમાં જ નહીં પરંતુ ચાહકોમાં પણ ઉત્સાહ ચરમસીમા પર છે. કારણ કે બે મહિના પહેલા શરૂ થયેલી આઈપીએલ હવે સીઝનનો ચેમ્પિયન બનવામાં માત્ર 1 સપ્તાહ દૂર છે. KKR અને SRH બંનેની સિઝન શાનદાર રહી છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ જીત સાથે ક્વોલિફાયર 1માં પ્રવેશ કરી રહી છે.
શ્રેયસ અય્યર એન્ડ કંપની (કોલકાતા નાઈટ રાઈડર્સ) તેમની છેલ્લી બે મેચ રમી નથી કારણ કે તેઓ વરસાદથી પ્રભાવિત થયા હતા.આમ છતાં ટૂર્નામેન્ટના આ મહત્વપૂર્ણ તબક્કે બંને ટીમો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા અને એકબીજાને હરાવવાનો પ્રયાસ કરશે. કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની મેચ પહેલા આ લેખમાં આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ રિપોર્ટ અને અમદાવાદના હવામાન વિશે જાણીશું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલના આંકડા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 33 આઈપીએલ મેચ રમાઈ છે. તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમોએ 15 મેચમાં જીત મેળવી છે, જ્યારે પાછળથી બેટિંગ કરનારી ટીમોએ 18 મેચોમાં જીત મેળવી છે. આ ટ્રેક રેકોર્ડને જોતા કહી શકાય કે ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
KKR vs SRH IPL 2024 Qualifier 1 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામેની બાઉન્ડ્રીની લંબાઈ 75 મીટર છે. બાજુની સીમા લગભગ 60 મીટર લાંબી છે. આ મેદાન પર છેલ્લી મેચ વરસાદને કારણે રદ્દ કરાઈ હતી. જોકે આજની મેચ વરસાદના વિગ્ન વગર રમાશે કારણ કે અમદાવાદમાં ગરમીનો પારો આસમાને છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો તે બેટિંગ માટે મદદરૂપ છે. આના પર આપણે 180થી વધુ રનનો સ્કોર જોઈ શકીએ છીએ. બોલરોના દૃષ્ટિકોણથી વાત કરીએ તો, સ્પિનરો અને ઝડપી બોલરો બંનેને જૂના બોલથી થોડી મદદ મળી શકે છે. આ સિવાય ઝાકળ પણ મેચના પરિણામને અસર કરી શકે છે.

KKR vs SRH IPL 2024 Qualifier 1 : આજે અમદાવાદનું હવામાન કેવું રહેશે?
AccuWeather અનુસાર, અમદાવાદમાં મંગળવાર એટલે કે 21 મે 2024ના દિવસે તડકો રહેશે અને તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે બીજી ઇનિંગ્સમાં ઝાકળ મોટી ભૂમિકા ભજવી શકે છે. મેચ દરમિયાન 33 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે વરસાદ અને વાવાઝોડાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચોઃ- KKR vs SRH IPL 2024 Qualifier 1 Playing 11: ક્વોલિફાયર 1 માટે કોલકત્તા અને હેદરાબાદની આવી હશે પ્લેઈંગ ઈલેવન
KKR vs SRH IPL 2024 Qualifier 1 : હેડ ટુ હેડ રેકોર્ડ્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 26 આઈપીએલ મેચ રમાઈ છે. આમાંથી KKRનો હાથ ઉપર છે. KKR એ SRH સામે 17 મેચ જીતી છે, જ્યારે સનરાઇઝર્સે 9 મેચ જીતી છે. આ પહેલીવાર છે જ્યારે બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે રમશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 208 અને સૌથી ઓછો સ્કોર 48 રન છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 228 અને સૌથી ઓછો સ્કોર 115 રન છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ બેટિંગ કરતી વખતે કોલકાતા નાઇટ રાઇડર્સનો સરેરાશ સ્કોર 169.1 રન છે અને પાછળથી બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 145.2 રન છે.
આ પણ વાંચોઃ- KKR vs SRH IPL 2024 Qualifier 1 Playing 11: ક્વોલિફાયર 1 માટે કોલકત્તા અને હેદરાબાદની આવી હશે પ્લેઈંગ ઈલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઈઝર્સ હૈદરાબાદનો સરેરાશ સ્કોર 163.9 રન છે અને પાછળથી બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 154.5 રન છે. બંને ટીમો છેલ્લે આ વર્ષે 23 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સામસામે આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે તે મેચ 4 રને જીતી હતી.
પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 208 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન જ બનાવી શકી હતી. બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચોની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સે 3 અને સનરાઈઝર્સ હૈદરાબાદે 2માં જીત મેળવી છે.





