KKR vs SRH Cricket Score Updates: આઈપીએલ 2024, કોલકાતા વિ. હૈદરાબાદ ક્વોલિફાયર 1 સ્કોર : કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે.મિચેલ સ્ટાર્ક (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ ઐયર (અણનમ 58) અને વેંકટેશ ઐયરની (અણનમ 51)અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બીજી તરફ હૈદરાબાદ હવે ક્વોલિફાયર-2 મુકાબલામાં રમશે. આ મુકાબલો 24 મે ના રોજ રમાશે. આ પહેલા 22 મે ના રોજ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. જેની વિજેતા ટીમ સામે હૈદરાબાદ ટકરાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઇડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાંથ, ટી નટરાજન.





