Sports Desk : ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદીએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું કે તેઓ તાજેતરમાં બે અઠવાડિયાથી ‘ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા સાથે’ ડબલ કોવિડથી સંક્રમિત થયા હતા.
મોદીએ સોશિયલ મીડિયા એપ પર શેર કર્યું હતું કે, “2 અઠવાડિયાથી સંક્રમિત મોદી 3 અઠવાડિયાના કોરેન્ટાઇન પિરિયડ પછી અંતે એર એમ્બ્યુલન્સ દ્વારા બે ડોકટરો અને સુપરસ્ટાર પુત્ર સાથે લેન્ડ થયો છું. ફ્લાઇટ સરળ રહી, કમનસીબે હજુ પણ 24/7 ઓક્સિજન પર છું. હું @vistajet નો આભાર વ્યક્ત કરું છું. હું બધાનો અત્યંત આભારી છું.”
આ પણ વાંચો : Hockey World Cup 2023 : હોકી વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કરવા 16 ટીમો તૈયાર, આવો છે કાર્યક્રમ
હરભજન એ ખેલાડીઓના ગ્રુપનો એક ભાગ હતા જેઓ મોદીના કાર્યકાળ દરમિયાન લીગની પ્રથમ ત્રણ સિઝનમાં ફીચર કરવામાં આવ્યા હતા, અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 2010ની ફાઇનલમાં પણ ફીચર થયા હતા.
ફાઈનલના થોડા સમય પછી, મોદી પર ગેરવર્તણૂક (misconduct), અનુશાસનહીનતા (indiscipline) અને નાણાકીય અનિયમિતતાના ( financial irregularities) આરોપ બાદ BCCIમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈએ તેની સામે તપાસ શરૂ કરી હતી , અને 2013માં એક સમિતિએ તેને આ આરોપો માટે દોષી ઠેરવ્યા પછી મોદી પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો : વિરાટ કોહલી અને ઇશાન કિશને જોરદાર ડાન્સ કરી પ્રશંસકોના દિલ જીત્યા, જુઓ વીડિયો
ત્યારબાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નાણાકીય ગેરરીતિઓ માટે તેમની સામે તપાસ શરૂ કરી તે પહેલાં, મોદી લંડન ગયા અને ત્યારથી તેઓ વિદેશમાં દિવસો વિતાવી રહ્યા છે.