LSG VS GT IPL 2024 Match In Lucknow : આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) અને ગુજરાત ટાઇટન્સ (જીટી) આજે 7 એપ્રિલ સાંજે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેદાનને એકાના ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસની બીજી મેચ છે, જે સાંજે 7:30 વાગે શરુ થશે.
આઈપીએલ 2024 – એલએસજી વિ જીટી મેચ (IPL 2024, LSG vs GT Dream11 Prediction
આઇપીએલ 2024 સુપર સન્ડેની બીજી મેચમાં લીગની બે નવી ટીમો વચ્ચે ટક્કર થશે. બીજા શબ્દમાં કહીયે તો શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ અને કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે જબરદસ્ત મેચ મુકાબલો જોવા મળશે.
લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ પોતાની સિઝનની શરૂઆત રાજસ્થાન રોયલ્સ સામેની હાર સાથે કરી હતી. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની જીત સાથે તેમનું ફોર્મ બદલાઈ ગયું છે. મયંક યાદવના સારા પર્ફોર્મન્સથી ટીમની તાકાત વધી છે અને તે અચાનક જ જોવા લાયક સૌથી રોમાંચક ટીમ બની ગઈ છે.
એલએસજી વિ જીટી આઈપીએલ 2024 મેચ (LSG vs GT IPL 2024 Playing 11 Prediction)
ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. જેમા બે મેચમાં જીત અને 2 મેચમાં હાર થઇ છે. છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો, જે આઇપીએલ 2024ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ રહી હતી. શુભમન ગિલ પાછલી મેચની ભૂલોને સુધારવા માંગે છે અને ટૂંક સમયમાં પરિવર્તનની આશા રાખે છે.
એલએસજી વિ જીટી હેડ ટુ હેડ રેકોર્ડ (LSG vs GT Head To Head Record)
ગુજરાત ટાઇટન્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ નબળી ટીમ સાબિત થઇ છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 4 મેચમાં ગુજરાત ટાઇટન્સે દરેક મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચેની છેલ્લી ગેમમાં શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. શુભમન ગિલે તે મેચમાં 51 બોલમાં 94 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે 227/2નો સ્કોર બનાવી 56 રનથી વિજય મેળવ્યો હતો.
એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ રિપોર્ટ (Ekana Cricket Stadium Pitch Report)
ખાસ કરીને સ્પિનરો માટે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચને બોલિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. સ્પિનરોનો પ્રભાવ ઘણીવાર મેચનો માર્ગ નક્કી કરે છે. આવી સ્થિતિમાં અહી બેટીંગ કરવી સરળ નહી રહે, કારણ કે કાળી માટી ધરાવતી પીચ પર બોલની પકડ બને છે અને તે ધીમી ગતિથી આવે છે. જોકે જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પીચ સમતલ થતી જાય છે, જેના કારણે બેટિંગ કરવી સારી બનતી જાય છે.
પીચના દેખાવમાં આવેલો આ ફેરફાર ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પિચ પર અત્યાર સુધી રમાયેલી 8 આઇપીએલ મેચમાંથી પ્રથમ બેટિંગ કરનારી 5 ટીમનો વિજય થયો છે. એકાના સ્ટેડિયમની પીચે છેલ્લી કેટલીક મેચોમાં ફાસ્ટ બોલરોને મદદ કરી છે. ગયા સપ્તાહના અંતમાં મયંક યાદવે પંજાબ કિંગ્સ સામે મેદાનમાં ઉતર્યો ત્યારે આ સ્પષ્ટ થયું હતું.
ટોસ જીત્યા બાદ બોલીંગ કરવી ફાયદાનો સોદો હશે?
ટોસ જીતીને કેપ્ટન પ્રથમ બેટિંગ કરે તેવી અપેક્ષા કરશે, કારણ કે આ પોઝિશન પર પીછો કરવો મુશ્કેલ બની શકે છે. 160-175 ની વચ્ચેના સ્કોરનો પીછો કરવો મુશ્કેલ સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે બોલ લાઇટની નીચે ફરતો હોય. ફાસ્ટ બોલરોએ આ મેદાન પર 56.7 ટકા વિકેટ લીધી છે. ફાસ્ટ બોલરોએ અત્યાર સુધીમાં 55 વિકેટ ઝડપી છે, જ્યારે સ્પિનર્સે 42 વિકેટ ઝડપી છે. પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 154 રનનો છે.
આ પણ વાંચો | ઓરેન્જ કેપ વિરાટ કોહલી પાસે, કોણ છે આઈપીએલ 2024 રન મશીન, જાણો લેટેસ્ટ અપડેટ
લખનઉ હવામાન આગાહી (Lucknow Weather Forecast)
લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સની મેચ લખનઉમાં 33 ડિગ્રી સેલ્સિયસથી શરૂ થશે. મેચના અંત સુધીમાં તે ઘટીને 27 ડિગ્રી થઈ જશે. 40 ઓવરની મેચ દરમિયાન 8 – 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદની કોઈ સંભાવના નથી, જ્યારે ભેજનું પ્રમાણ 27 ટકાથી ઉપર નહીં જાય. એક્યુવેધરના જણાવ્યા પ્રમાણે એર ક્વોલિટી બિનઆરોગ્યપ્રદ રહેશે.





