ફૂટબોલ મેચમાં ભયાનક દુર્ઘટના, મેદાનમાં લુસિયાના સાચેજનો ડાબો પગ તુટી ગયો, જુઓ Video

luciano sanchez accident : ફૂટબોલર લુસિયાના સાચેજને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઇ ગયા પછી તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી

luciano sanchez accident : ફૂટબોલર લુસિયાના સાચેજને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઇ ગયા પછી તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
luciano sanchez, | luciano sanchez broken leg

29 વર્ષના ફૂટબોલર લુસિયાના સાચેજનો ડાબો પગ તુટી ગયો (Screengrab/Twitter)

luciano sanchez broken leg in accident : કોપા લિબર્ટાડોર્સમાં ફૂટબોલ ક્લબની મેચમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. 29 વર્ષના ફૂટબોલર લુસિયાના સાચેજનો ડાબો પગ તુટી ગયો છે. ઇજાના કારણે મેદાનમાં પડી ગયા પછી દર્દથી તડપવા લાગ્યો હતો. તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઇ ગયા પછી તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. તે ઘણા મહિનાઓ સુધી મેદાનની બહાર રહે તેવી સંભાવના છે.

Advertisment

મેચની 56મી મિનિટે માર્સેલો લેઓનિયો બોલને છકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન લુસિયાનાનો પ્રયત્ન હતો કે તે મોર્સેલો પાસેથી બોલને પોતાની પાસે લઇ લે. જોકે આ પ્રયત્ન દરમિયાન તેનો પગ ખરાબ રીતે વળી ગયો હતો અને તે નીચે પડી ગયો હતો. આ પછી બધા ખેલાડીઓ ભેગા થઇ ગયા હતા.

માર્સેલો આ ઘટનાથી દેખીતી રીતે હચમચી ગયો હતો અને મેદાન છોડતી વખતે તે રડી પડ્યો હતો. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર સાંચેજની માફી માંગી હતી અને કહ્યું હતું કે આ અજાણતા થયું હતું. આજે મેં મેદાન પર ઘણી જ મુશ્કેલ ક્ષણનો સામનો કર્યો. અજાણતાં જ મેં એક સાથી ફૂટબોલરને ઈજા પહોંચાડી. હું તે જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો - મણિપુર હિંસા : ભારતીય ફૂટબોલરનું ઘર અને ગામ સળગી ગયું, જીવન ભરની કમાણી ગુમાવી

Advertisment

સાંચેજની ચિંતા કરવા માટે બ્રાઝિલિયન ક્લબ અને ફૂટબોલરને આર્જેન્ટિનાના કોચે ધન્યવાદ પાઠવ્યા હતા. આર્જેન્ટિનાને ક્લબે કહ્યું કે આપણે દુશ્મન નથી પણ એકબીજાના હરિફ છીએ. આ ઘટના બદલ માર્સેલોને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. એક વર્ષમાં આ તેનું પ્રથમ રેડ કાર્ડ છે. જેથી તે આગામી બે કોપા લિબર્ટાડોર્સ મેચમાંથી બહાર થઈ જશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ સ્પોર્ટ્સ