Happy Birthday MS dhoni : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સફળતાનું રહસ્ય તેમનો જિદ્દી સ્વભાવ છે. 7 જુલાઈ 1981એ રાંચીમાં જન્મેલા માહી કંઇક કરવાનું નક્કી કરી લે છે તો તેઓ પોતાની જીદ ઉપર ઉતરી આવે છે. પછી તેમને કંઈ જ ફરક નથી પડતો કે અન્ય લોકો તેમના વિશે શું વિચારે છે. આ તેમની સફળતાનો મંત્ર છે. ધોનીને લઇને આ વાત ટીમ ઇન્ડિયાના પૂર્વ પંસદગીકર્તા દિવંગત વીબી ચંદ્રશેખરે કહી હતી. જેમના કારણે ચેન્નઇ સુપર કિંગ્સને ધોની મળ્યા હતા. ભરત સુંદરસનની પુસ્તક ધ ધોની ટતમાં આનો ઉલ્લેખ કર્યો છે.
પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે જો ધોની નક્કી કરી લે તો કોઈપણ કામ કરીને જ બતાવે છે. અને જે ન ઈચ્છે એ કોઈપણ તેમની પાસે ન કરાવી શકે.પછી ભલે તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કેમ ન હોય. પુસ્તકમાં વર્ષ 2016 ટી20 વર્લ્ડકપની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે એમએસ ધોનીએ વાત ન માનીને આઈસીસી અને બ્રોડકાસ્ટર્સના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 7 જુલાઇ: હેપી બર્થડે મહિન્દ્ર સિંહ ધોની, વિશ્વ ચોકલેટ દિવસ
શું હતો આઈસીસી અને બ્રોડકાસ્ટર્સનો આઇડિયા?
વર્ષ 2016 વર્લ્ડકપ ભારતમાં થયો હતો. આઈસીસી અને બ્રોડકાસ્ટર્સ આ ટૂર્નામેન્ટમાં એક નવા આઇડિયાની સાથે આવ્યા છે. આ અનુસાર ટોસ બાદ બંને ટીમોના કેપ્ટનોને માઈક્રોફોનમાં પોત-પોતાની ટીમોને પ્લેઇંગ 11 વાંચવાનું હતું. ટૂર્નામેન્ટની પહેલી મેચ નાગપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવાની હતી. ધોની પહેલા કેપ્ટન હતા જેમણે પ્લેઇંગ 11 વાંચવાની હતું.
કેપ્ટન કૂલે આઇસીસી અને બ્રોડકાસ્ટરના પ્લાન ઉપર પાણી ફેરવ્યું
ધોનીને માઇક ઉપર પ્લેઇંગ 11 વાંચવાની વિનંતી કરવામાં આવી ત્યારે તેઓ હંમેશાની જેમ સીધી રીતે જ જવાબ આપ્યો હતો. તેમણે આવું કરવા માટે ના પાડી દીધી હતી. આ રીતે કેપ્ટન કૂલે આઇસીસી અને બ્રોડકાસ્ટર્સના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું. એમએસ ધોનીની ગણના દુનિયાના સૌથી મહાન કેપ્ટનમાં થાય છે.
આ પણ વાંચોઃ- Kailash Kher Birthday : 14 વર્ષની ઉંમરે ઘર છોડવાથી લઈને આપધાત કરવાના પ્રયાસ સુધી રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી
તેમની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપ, વન ડે વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સ 5 વખત આઇપીએલનો ખિતાબ જીતી ચુકી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂકેલા ધોની આઈપીએલમાં હજી પણ રમે છે.