પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૌરવ ગાંગુલીને ICC અધ્યક્ષ બનાવવાની માંગણી કરી છે. મમતા બેનરજીએ ગાંગુલીને ICC અધ્યક્ષ પદની ચૂંટણી લડાવવાની વકાલત કરતા કહ્યું કે હું પ્રધાનમંત્રીને અપીલ કરું છું કે ગાંગુલીને આઈસીસી ચૂંટણી લડવાની મંજૂરી મળે. મમતા બેનરજીના આ નિવેદન પછી ફરી એક વખત સૌરવ ગાંગુલીને લઇને ચર્ચા તેજ બની છે. ભાજપા નેતા સુવેંદુ અધિકારીએ શાહરુખ ખાનનું નામ લઇને મમતા બેનરજી પર કટાક્ષ કર્યો છે.
મમતા બેનરજીએ કરી આવી માંગણી
સૌરવ ગાંગુલીને લઇને મમતા બેનરજીએ કહ્યું કે ગાંગુલી એક લોકપ્રિય વ્યક્તિ છે જેથી તેને વંચિત કરવામાં આવી રહ્યો છે. સરકારને અપીલ કરું છું કે રાજનીતિક રીતે નિર્ણય લેવામાં ના આવે, ક્રિકેટ અને રમતને ધ્યાનમાં રાખે. તે રાજનીતિક દળનો સભ્ય નથી. મમતા બેનરજીના આ નિવેદન પર સુવેંદુ અધિકારીએ કહ્યું કે શાહરુખ ખાનના સ્થાને સૌરવ ગાંગુલીને મમતા બેનરજી પશ્ચિમ બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર કેમ બનાવતા નથી?
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપમાં ફક્ત 8 ખેલાડીઓ જ ફટકારી શક્યા છે સદી, એક ભારતીય સામેલ
ભાજપા નેતાએ આવી રીતે આપ્યો જવાબ
સુવેંદુ અધિકારીએ કહ્યું કે શાહરુખ ખાનને હટાવી દે અને સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે. જો મમતા બેનરજી ગાંગુલીનો કાર્યકાળ વધારવા માંગે છે તો તેને પશ્ચિમ બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો જોઈતો હતો. રમતમાં રાજનીતિ કરવી જોઈએ નહીં. પીએમ મોદી આ બધાથી દૂર છે. સુવેંદુ અધિકારીના આ નિવેદન પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યૂઝરે કહ્યું કે શાહરુખ ખાનને કેમ હટાવવામાં આવે મિસ્ટર, કેમ ના દાદાને પણ એમ્બેસેડર બનાવી દેવામાં આવે. દાદાને કોઇ રાજનીતિક દળની જરૂર નથી તે ભારતના એમ્બેસેડર છે. તે પહેલા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે પછી આપણે બધા તેને રોયલ બંગાળ ટાઇગર જાણીએ છીએ. તેને એમ્બેસેડર હોવાની જરૂરત નથી. તે ડિફોલ્ટ રુપથી પહેલાથી જ છે.
@KAku000_1 નામના યુઝરે લખ્યું કે પીએમ મોદી આનાથી દૂર રહે છે પણ અમિત શાહ અને અનુરાગ ઠાકુર સંભાળે છે. મમતાએ તેમની સાથે વાત કરવી જોઈએ.