Manu Bhaker Paris Olympics 2024: મનુ ભાકેરે પેરીસ ઓલિમ્પિક ગેમ્સ 2024 માં મેડલ જીત ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્બિક 2024માં 2 મેડલ જીતીને શૂટિંગમાં 12 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો છે. હવે મનુ ભાકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાલા ચશ્મા ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
તમને જણાવી દઇયે કે, મનુ ભાકરે 10 મીટર પિસ્ટલ સ્પર્ધા અને 10 મીટર મિક્સ્ડ ટીમ એર પિસ્ટલ કોમ્પિટેશનમાં સરબજોત સિંઘ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 25 મીટર એર પિસ્તોલ ઈવેન્ટ જીતવાથી ચૂકી ગઈ હતી. તેને ચોથા સ્થાનથી જ સંતોષ માનવો પડ્યો હતો. તેમનું ઓલિમ્પિક અભિયાન રેકોર્ડ બે મેડલ સાથે સમાપ્ત થયું.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 માંથી ઘરે આવ્યા પછી તે ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં તે ફેમસ ગીત કાલા ચશ્મા પર સ્કૂલના અમુક બાળકો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો એક સન્માન સમારોહનો છે.
આ પણ વાંચો | વિરાટ કોહલી વિદેશની ધરતી પર ભારત માટે સૌથી વધુ સદી કરનાર નંબર 2 ખેલાડી, જાણો નંબર 1 કોણ?
મનુ ભાકરનું પુષ્પવર્ષા થી ભવ્ય સ્વાગત
ભારત આવવા રવાના થતાં પહેલા મનુ ભાકરે કહ્યું હતું કે, તે ભવ્ય સ્વાગતની અપેક્ષા રાખી રહી છે. મેડલ જીતીને એરપોર્ટની બહાર આવી ત્યારે પુષ્પગુચ્છ, માળા અને ઢોલ-નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટની બહાર આવતા જ તેના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મનુ ભાકર જેવી એરપોર્ટની બહાર આવી કે મનુ ભાકરના માતા-પિતાએ તેને ગળે લગાવી હતી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચી દીધો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર છે.