National Games 2022: રેસ વોકિંગ ટ્રેક સીધા અને સમતોલ હોય છે પણ નેશનલ ગેમ્સમાં નેશનલ રેકોર્ડ બનાવવા માટે રામ બાબુની (Ram Baboo)યાત્રા ઘણી સંઘર્ષ ભરી રહી છે. કોરોનામાં લોકડાઉન દરમિયાન આર્થિક સંકટ હોવાના કારણે ઉત્તર પ્રદેશના સોનભદ્રના બહુઆરા ગામના 23 વર્ષના રામ બાબુને બે ટંક ભોજન માટે મનરેગામાં મજૂર બનીને માટી ખોદવી પડી હતી.
35 કિલોમીટરની પેદલ ચાલ (Race Walk)માં રામ બાબુનો 2:36:32 સેકન્ડનો નવો રેકોર્ડ નેશનલ ગેમ્સનું મુખ્ય આકર્ષણ છે. નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી રામ બાબુ તે દિવસોને પણ યાદ કરે છે જ્યારે તે વારાણસીમાં એક વેઇટરનું કામ અને કુરિયર એજન્સીમાં બોરીઓ સીલવાનું કામ કરતા હતા.
રામ બાબુએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે કોવિડ લોકડાઉન દરમિયાન મેં મનરેગા યોજના અંતર્ગત કામ કર્યું હતું. ત્યાં મારે ગામની પરિયોજના માટે માટી ખોદવાની હતી. કેટલો ખાડો કર્યો છે તેનું માપ લઇને તે પ્રમાણે દૈનિક મજૂરી આપવામાં આવતી હતી.
આ પણ વાંચો – બીજી ટી-20માં ભારતીય ખેલાડીઓનું સમર્પણ અને ત્યાગ જોવા મળ્યું, જુઓ Video
આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે રામ બાબુ 7 ધોરણ સુધીનો જ અભ્યાસ કરી શક્યા હતા. કારણ કે તેના માતા-પિતા પાસે કોઇ ખેતર નથી અને તે મજૂરી કરી છે. રામ બાબુએ જણાવ્યું કે મનરેગામાં મજૂરી કરવી વારાણસીમાં વેઇટરની નોકરી કરવા કરતા સારું છે. લોકો વેઇટર સાથે સારો વ્યવહાર કરતા નથી. જે રીતે લોકો મને છોટુ કે અન્ય બીજા નામથી બોલાવતા હતા તેનાથી મને ઘણું ખરાબ લાગતું હતું. હું જલ્દીથી જલ્દી તે કામ છોડવા માંગતો હતો.
રામ બાબુએ જણાવ્યું કે હું ટેબલ સાફ કરતો હતો, ઓર્ડર લેતો હતો અને દિવસના અંતે સફાઇ કરતો હતો. આ ઘણી મહેનતવાળું કામ હતું. હું સવારથી મોડી રાત સુધી કામ કરતો હતો. આ કારણે પોતાની દોડના અભ્યાસ માટે ઘણો જલ્દી ઉઠતો હતો. આ કારણે મારી પાસે રિકવર થવા માટે સમય બચતો ન હતો.
તેમણે જણાવ્યું કે મને ખબર હતી કે હું રેકોર્ડ તોડી નાખીશ કારણ કે મેં ઘણી મહેનત કરી હતી. હું અભ્યાસમાં 40 કિમી ચાલતો હતો જેથી 35 કિમીમાં પોતાને સહજ અનુભવું. મને વિશ્વાસ છે કે હું બે સપ્તાહમાં ફરીથી રેકોર્ડ તોડી નાખીશ.
રામ બાબુએ કહ્યું મને ક્યારેય સારું અને પોષક ખાવાનું મળ્યું નથી કારણ કે મારી પાસે તેટલા પૈસા ન હતા. મારા પરિવાર પાસે સંશાધન ન હતા. અમારા ઘરમાં પાણીનો પંપ પણ નથી. પાણી લાવવા માટે એક કિલોમીટર ચાલીને જવું પડે છે.