Covid-19 : કોરોનાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરી છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીમાં તેની અસર જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડનો સ્ટાર બોલર મિચેલ સેન્ટનર પાકિસ્તાન સામેની પ્રથમ ટી-20માંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે સવારે સેન્ટનર કોવિડ-19થી સંક્રમિત થયો હતો, જેના કારણે તેને પ્રથમ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ મેચ ઓકલેન્ડમાં રમાઇ રહી છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી પુષ્ટિ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન સામેની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ માટે ઇડન પાર્કમાં નહીં જાય. તે કોરોનાથી સંક્રમિત થયો છે. આવનારા સમયમાં તેના પર નજર રાખવામાં આવશે. તે અહીંથી એકલો હેમિલ્ટનમાં તેના ઘરે જશે.
સેન્ટનર ન હોવું એ ન્યૂઝીલેન્ડ માટે ફટકો છે
ન્યૂઝીલેન્ડ માટે આ મોટો ઝટકો છે. સેન્ટનર ટી-20 ફોર્મેટમાં વિશ્વસનીય ખેલાડી છે. તેણે 64 ઇનિંગ્સમાં 610 રન બનાવ્યા છે. આ સાથે જ 93 મુકાબલામાં તેના નામે 105 વિકેટ છે. પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની પીચ પર તેની મહત્વની ભૂમિકા રહી હોત.
આ પણ વાંચો – ભારત વિ અફઘાનિસ્તાન : શિવમ દુબેની અડધી સદી, પ્રથમ ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય
સેન્ટનર નવા કોચ સાથે કામ કરવાનો હતો
સેન્ટનર નવા કોચ સાથે આ સિરીઝમાં રમવાનો હતો. જોકે પ્રથમ ટી-20માં આ શક્ય નહીં બને. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર આન્દ્રે એડમ્સને પાકિસ્તાન સામે 12મી જાન્યુઆરીથી શરુ થઈ રહેલી ટી-20 શ્રેણી માટેની ટીમના બોલિંગ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એડમ્સ પાંચ મેચની શ્રેણી માટે મુખ્ય કોચ ગેરી સ્ટેડની ટીમનો ભાગ બનશે, જેમાં બેટિંગ કોચ લ્યુક રોન્ચી પણ સામેલ છે. એડમ્સે 2023માં મહિલા ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસમાં ફાસ્ટ બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી.





