ઓસ્કાર 2024માં કપડાં વગર સ્ટેજ પર પહોંચીને જોન સીનાએ મચાવી બબાલ, WWE સુપરસ્ટાર છે કરોડો રૂપિયાનો માલિક

Oscars Awards 2024 : જોન સીના એક ફેમસ પ્રોફેશનલ રેસલર, એક્ટર, રેપર અને સેલિબ્રિટીઝ છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સ 2024માં તે ચર્ચામાં આવ્યો છે

Oscars Awards 2024 : જોન સીના એક ફેમસ પ્રોફેશનલ રેસલર, એક્ટર, રેપર અને સેલિબ્રિટીઝ છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સ 2024માં તે ચર્ચામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
John Cena, Oscars 2024

જોન સીના એક ફેમસ પ્રોફેશનલ રેસલર, એક્ટર, રેપર અને સેલિબ્રિટીઝ છે

Oscars 2024 : જોન સીના એક ફેમસ પ્રોફેશનલ રેસલર, એક્ટર, રેપર અને સેલિબ્રિટીઝ છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સ 2024માં જોન સીના ચર્ચામાં આવ્યો છે. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ આપવા આવેલો જોન સીના સ્ટેજ પર કપડાં વગર આવ્યો હતો. તેના આ અવતારે દુનિયાને ચોંકાવી દીધા છે. WWEના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય રેસલર જોન સીનાએ 2018માં ઘણી કમાણી કરી હતી અને 10 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આજે અમે તમને જોન સીનાની નેટવર્થ, સેલેરી, હાઉસ, કાર, એન્ડોર્સમેન્ટ વિશે વિગતવાર જણાવીશું.

Advertisment

2024માં જોન સીનાની નેટવર્થ

અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોન સીનાની નેટવર્થ હાલ 80 મિલિયન ડોલરની નજીક છે. WWE સુપરસ્ટાર્સની વાત કરીએ તો તે માત્ર ધ રોકથી ફેમસ ડ્વેન જોનસનથી જ પાછળ છે. પોતાની મહેનત અને સમર્પણના આધાર પર જોન સીનાએ આ લોકપ્રિયતા અને પૈસા હાંસલ મેળવ્યા છે.

જોન સીનાનો પગાર

જોન સીનાને WWEમાં પોતાની ટેલેન્ટ માટે 10 મિલિયન ડોલરનો પગાર મળે છે. આ સિવાય ઘણી વખત તેમને WWEમાં અલગથી પૈસા પણ મળે છે. તે ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ મોટી કમાણી કરે છે. સુપરસ્ટાર રેસલર કેપ્રી સન, જિલેટ, ગોલ્ડ્સ જિમ, ફ્રૂટી પેબલ્સ અને હેફ્ટી જેવી મોટી બ્રાન્ડ્સ માટે જાહેરાત આપે છે.

આ પણ વાંચો - કુસ્તીના ટ્રાયલ્સમાં મોટો અપસેટ, બજરંગ પુનિયા અને રવિ દહિયા પેરિસ ઓલિમ્પિક્સમાંથી બહાર

Advertisment

જોન સીનાનું ઘર

ઘરની વાત કરીએ તો જોન સીના ટેમ્પા ફ્લોરિડાના લેન્ડ ઓ'લેક્સમાં રહે છે. તેનું ઘર 10,692 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. 2005માં તેણે આ પ્રોપર્ટી ખરીદી હતી. તેણે આ ઘર માટે 5,25,000 ડોલર ચૂકવ્યા હતા. હાલ આ ઘરની કિંમત 3.5 મિલિયન ડોલરની નજીક છે. આ વિશાળ આલીશાન ઘરમાં ભવ્ય પ્રવેશ દ્વાર સાથે-સાથે ઇન્ડોર પૂલ, ગેરેજ અને ગાર્ડન જેવી તમામ સુવિધાઓ છે.

જોન સીનાની કાર

રેસલિંગ સુપરસ્ટાર જોન સીનાને લક્ઝરી કારનો ઘણો શોખ છે. તેની પાસે 71000 ડોલરની કિંમત વાળી 1966 Dodge Hemi Charger 426 છે. આ સિવાય લગભગ 13,250 ડોલરની કિંમત વાળી 1989 Jeep Wrangler પણ છે. જોન સીનાના કાર કલેક્શનમાં ઘણા મોંઘી ગાડીઓ જેવી કે Ford GT, Ferrari F430 Spider, 2017 Ford GT, 2007 Ferrari F430 Spider, 1969 COPO Chevrolet Camaro છે.

જોન સીનાની મૂવી, ટીવી શો

જોન સીનાએ 2006માં પોતાની યાદગાર ફિલ્મ ધ મરીન આપી હતી. તે ઘણા ટીવી શોમાં પણ સતત જોવા મળી રહ્યો છે. તેણે પોતાની લાંબી ટીવી કારકિર્દીમાં ઘણા ટીવી કાર્યક્રમો કર્યા છે.

રેડી ટુ રમ્બલ, 12 રાઉન્ડ્સ, લિજેન્ડરી, ધ રિયુનિયન, સિસ્ટર્સ, ડેડીઝ હોમ, ધ વોલ, બ્લોકર્સ, પ્લેઇંગ વિથ ફાયર, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 જેવી ઘણી ફિલ્મો તેના નામે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ સ્પોર્ટ્સ