PAK vs AUS: ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને પેલેસ્ટાઈનના સમર્થનમાં “ઓલ લાઈફ ઈઝ ઈક્વલ” લખેલા શૂઝ પહેરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેથી તે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પ્રથમ દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા ઉતર્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ઉસ્માન ખ્વાજા પર શૂઝ પહેરીને મેચ રમવા પર પ્રતિબંધ મુક્યો હતો.
પાકિસ્તાની મૂળના ઉસ્માન ખ્વાજાએ મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન આ શૂઝ પહેર્યા હતા. તેના પર “બધા જીવન સમાન છે” અને “સ્વતંત્રતા એ માનવ અધિકાર છે” જેવા સંદેશાઓ લખેલા હતા. ICC ના નિયમો અનુસાર, ટીમના વસ્ત્રો અથવા ઉપકરણો પર રાજકીય અથવા ધાર્મિક નિવેદનો દર્શાવવાની મંજૂરી નથી.
ઉસ્માન ખ્વાજા શૂઝ પહેરીને કેમ ન ઉતર્યો?
ICC દ્વારા પ્રતિબંધિત થવા પર ઉસ્માન ખ્વાજાએ કહ્યું કે તે વ્યક્તિગત અથવા ટીમના પ્રતિબંધથી બચવા માટે નિયમનું પાલન કરશે, પરંતુ તે ICCના નિર્ણયને પડકારશે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે સ્વતંત્રતા એ માનવ અધિકાર છે અને તમામ અધિકારો સમાન છે. હું ક્યારેય તેમના પર વિશ્વાસ કરવાનું બંધ કરીશ નહીં.
આ પણ વાંચો – 2023માં ક્રિકેટમાં કેવી-કેવી ઘટના બનશે? ટાઇમ આઉટ, ઓબ્સ્ટ્રેક્ટિંગ ધ બોલ પછી હવે આ નવી બબાલ
ખ્વાજા કાળી પટ્ટી પહેરીને ઉતર્યો
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ખ્વાજા તેના સાથી ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે ક્રિઝ પર આવ્યો હતો. પાકિસ્તાનમાં જન્મેલો ખ્વાજા ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ મુસ્લિમ ખેલાડી છે. ગાઝાના લોકો સાથે એકતા દર્શાવવા માટે તેણે કાળી પટ્ટી પહેરી હતી.
ખ્વાજાએ ICCના પ્રતિબંધ પર નારાજગી વ્યક્ત કરી હતી
મેચ પહેલા તેણે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અન્ય ક્રિકેટરોને અન્ય બાબતો માટે સમર્થન બતાવવાની મંજૂરી આપવામાં આવી હોવાના ઘણા અગાઉના ઉદાહરણો છે. તેણે કહ્યું કે મને તે થોડું નિરાશાજનક લાગ્યું કે તેમણે મારા પર કડકાઇ કરી અને તેઓ હંમેશા દરેક માટે કડક હોતા નથી. ખ્વાજાને દેશના ફેડરલ ટ્રેઝરર જિમ ચેલમર્સ સિવાય ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનો પણ ટેકો મળ્યો હતો.





