PAK vs BAN: બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ રચ્યો ઇતિહાસ, પાકિસ્તાન 172 રનમાં ઓલઆઉટ

PAK vs BAN : બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો પડકાર મળ્યો. બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશનો સૌથી સફળ ફાસ્ટ બોલર હસન મહમૂદ રહ્યો હતો. જેણે 10.4 ઓવરમાં 43 રન આપીને 5 વિકેટ ઝડપી હતી

Written by Ashish Goyal
September 02, 2024 18:01 IST
PAK vs BAN: બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ રચ્યો ઇતિહાસ, પાકિસ્તાન 172 રનમાં ઓલઆઉટ
બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનની ટીમને 172 રનમાં ઓલઆઉટ કરી દીધી (તસવીર - બાંગ્લાદેશ ક્રિકેટ ટ્વિટર)

PAK vs BAN: પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામેની બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનની ટીમને 172 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો પડકાર મળ્યો છે. જવાબમાં ચોથા દિવસના અંતે બાંગ્લાદશે વિના વિકેટે 42 રન બનાવી લીધા છે. બાંગ્લાદેશને જીતવા માટે હવે 143 રનની જરૂર છે અને તેની 10 વિકેટો બાકી છે.

બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 43 જ્યારે આગા સલમાને 47 રન બનાવ્યા હતા. આ બંને ઉપરાંત ટીમના અન્ય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ બીજી ઈનિંગમાં પ્રભુત્વસભર દેખાવ કર્યો હતો અને તેમણે તમામ 10 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ રચ્યો ઈતિહાસ

બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ બીજી ઈનિંગ્સમાં પાકિસ્તાનની તમામ 10 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતુ કે બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ એક ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો – યુવીના પિતા યોગરાજ સિંહનો ફરી એમએસ ધોની પ્રહાર, કહ્યું – ધોનીએ યુવરાજ સિંહની લાઇફ બર્બાદ કરી દીધી

બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશનો સૌથી સફળ ફાસ્ટ બોલર હસન મહમૂદ રહ્યો હતો. જેણે 10.4 ઓવરમાં 43 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. હસન મહેમૂદની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનું પણ આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, જ્યારે પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં આ તેની શ્રેષ્ઠ બોલિંગ સાબિત થઈ હતી.

બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર નાહીદ રાણા પણ બીજી ઇનિંગમાં ઘણો સફળ રહ્યો છે અને તેણે શાનદાર બોલિંગ પણ કરી હતી. નાહિદ રાણાએ 11 ઓવરમાં 44 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તસ્કીન અહમદે 10 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ત્રણેય ફાસ્ટ બોલરોએ 172 રન કરીને પાકિસ્તાનની બધી વિકેટો ઝડપી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ