/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/Pakistan-vs-England.jpg)
પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના બોલિંગ કોચ શોન ટેટ (Videograb)
Pakistan vs England: ઇંગ્લેન્ડ સામે છઠ્ઠી ટી-20 મેચમાં પરાજય પછી પાકિસ્તાનના બોલિંગ કોચ શોન ટેટની (Shaun Tait)પ્રતિક્રિયાએ બધાને ચોંકાવી દીધા છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 8 વિકેટે થયેલા પરાજય પછી પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવેલા ટેટે પાકિસ્તાનની ટીમ પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે આપણે ખરાબ રીતે હારીએ છીએ તો તે મને મોકલે છે.
ટેટના નિવેદને અસહજતા ઉભી કરી દીધી હતી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મોડરેટરે માઇક્રોફોન બંધ કરી દીધું હતું અને ટેટ સાથે વાતચીત કરી હતી. એવું લાગી રહ્યું હતું કે તેણે ટેટને કહ્યું કે તેના નિવેદનથી સમસ્યા ઉભી થઇ શકે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે.
ઇંગ્લેન્ડે ફિલ સાલ્ટના 88 રનની મદદથી પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો અને આ સાથે સાત મેચની શ્રેણી 3-3થી બરાબરી કરી લીધી છે. ટેટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે સોલ્ટ દરેક બોલ પર બાઉન્ડ્રી લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે પ્રથમ ત્રણ ઓવરમાં કામ કર્યું અને અમારા બોલરો થોડા લયથી ભટકી ગયા હતા. અમે ઘણી ભૂલો કરી ન હતી અને શાનદાર બેટિંગ જોવા મળી હતી. ક્યારેક ક્યારેક તમારે બેટિંગ ટીમની પ્રશંસા કરવી પડે છે.
Pakistan bowling coach Shaun Tait speaks to the media after the sixth T20I#PAKvENG | #UKSePKhttps://t.co/bS03Yp0WJf
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022
ફાસ્ટ બોલર હારિસ રઉફ અને બીમાર નસીર શાહની ગેરહાજરીમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ સાલ્ટની પાવર હિટિંગ સામે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેણે ગત પાંચ મેચમાં ફક્ત 59 રન બનાવ્યા હતા. જોકે શુક્રવારે 13 ફોર અને 3 સિક્સરની મદદથી શાનદાર ઇનિંગ્સ રમી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us