Paris Olympics 2024 Live Streaming : 26 જુલાઇ 2024થી પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થવાનો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં વિશ્વના 206 દેશોના ખેલાડીઓ એક મંચ પર આવશે. ગેમ્સનો પ્રારંભ 26મી જુલાઈએ ઉદ્ઘાટન સમારંભથી થશે. રમતોનો 15 દિવસનો મહાકુંભ દર ચાર વર્ષમાં એક વખત યોજાય છે. આ 33મી વખત છે જ્યારે સમર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. પેરિસ ત્રીજી વખત આ ગેમ્સની યજમાની કરશે. પેરિસમાં 1900માં અને ફરીથી 1924માં આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પેરિસ ઓલિમ્પિક રમતો ક્યાં જોવા મળશે લાઇવ
તમામ દેશો ઓલિમ્પિક ગેમ્સમાં પોતાના દેશોનો ઉત્સાહ વધારવા માટે તૈયાર છે. ફક્ત થોડા નસીબદાર લોકો જ આ રમતોને મેદાનમાં લાઇવ જોઈ શકે છે. બીજા બધા તેનું લાઇવ ટેલિકાસ્ટ અથવા ટીવી પર લાઇવ સ્ટ્રીમિંગ જોશે. ભારતમાં પણ આ રમતોનું લાઇવ પ્રસારણ થશે અને લાઇવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ થશે. જો તમે વિદેશમાં હોવ તો ઓલિમ્પિક રમતો કેવી રીતે જોવી તે જાણો.
આ પણ વાંચો – ડેબ્યૂમાં ધમાલ મચાવવા તૈયાર આ ભારતીય યુવા ખેલાડી, દેશને તેમની પાસેથી છે મેડલની આશા
ઓલિમ્પિક ગેમ્સ ક્યારે શરૂ થશે?
ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 26 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ સાથે થશે.
ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે?
33મો સમર ઓલિમ્પિક રમતોત્સવ પેરિસમાં યોજાશે.
કયા દેશમાં ક્યાં લાઇવ સ્ટ્રીમિંગ જોવા મળશે
ભારત – લાઇવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 પરલાઇવ સ્ટ્રીમિંગ: જિયોસિનેમા એપ અને વેબસાઇટ
કેનેડા – સીબીસી પર લાઇવ ટેલિકાસ્ટલાઇવ સ્ટ્રીમિંગઃ સીબીસી પેરિસ એપ પર
અમેરિકા – લાઇવ ટેલિકાસ્ટ એનબીસી, યુએસએ નેટવર્ક, સીએનબીસી અને ગોલ્ફ ચેનલ પરલાઇવ સ્ટ્રીમિંગ: પીકોક એપ
ઇંગ્લેન્ડ – બીબીસી સ્પોર્ટ્સ પરલાઇવ ટેલિકાસ્ટ લાઇવ સ્ટ્રીમિંગ: બીબીસી આઇપ્લેયર પર
ન્યૂઝીલેન્ડ – લાઇવ ટેલિકાસ્ટ સ્કાય સ્પોર્ટ્સ પરલાઇવ સ્ટ્રીમિંગ: સ્કાય સ્પોર્ટ્સ નાઉ પર





