Paris Olympics 2024 Medal Table : પેરિસ ઓલિમ્પિક 2024માં પાકિસ્તાનનું ખાતું ખુલ્યું છે. ગુરુવારે (8 ઓગસ્ટ) જેવલિન થ્રો ઈવેન્ટમાં ભારતને નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ જીતવાની આશા હતી, પણ પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ નીરજ અને ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.
પાકિસ્તાન માત્ર એક જ મેડલ જીતી શક્યું છે. ભારતે 5 મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગમાં 3 મેડલ જીત્યા હતા. આ સિવાય હોકી અને જેવલિન થો માં 1-1 મેડલ મળ્યા છે. મેડલની સંખ્યા વધુ હોવા છતાં ભારત પાછળ છે. પાકિસ્તાન 11 સ્થાન ઉપર છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ઓલિમ્પિકનું રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
રેન્કિંગના નિયમો શું છે?
ઓલિમ્પિક રમતોમાં દેશોની રેન્કિંગ ગોલ્ડ મેડલના આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ દેશ ગમે તેટલા મેડલ જીતે પણ સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારો દેશ ટોચ પર જ રહે છે. આ જ કારણ છે કે ગોલ્ડ જીત્યા બાદ પાકિસ્તાન ભારતથી 11 સ્થાન ઉપર છે. શુક્રવારે (9 ઓગસ્ટ) બપોર સુધીમાં પાકિસ્તાન 53માં અને ભારત 64માં ક્રમે છે. અમેરિકા ટોચ પર છે. તેના અને ચીન વચ્ચે માત્ર 1 ગોલ્ડનો તફાવત છે.
આ પણ વાંચો – ચક દે ઇન્ડિયા : ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા
ભારતે અત્યાર સુધી 5 મેડલ જીત્યા
પેરિસ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા હતા. શૂટિંગમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પછી સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર 3 પોઝશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. જ્યારે નીરજે જેવલિનમાં સિલ્વર જીત્યો છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 મેડલ ટેલી
| સ્થાન | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ |
| 64 | ભારત | 0 | 1 | 4 | 5 |
| 53 | પાકિસ્તાન | 1 | 0 | 0 | 1 |
| 1 | અમેરિકા | 30 | 38 | 35 | 103 |
| 2 | ચીન | 29 | 25 | 19 | 73 |
| 3 | ઓસ્ટ્રેલિયા | 18 | 14 | 13 | 45 |
| 4 | ફ્રાન્સ | 14 | 19 | 21 | 54 |
| 5 | બ્રિટન | 13 | 17 | 21 | 51 |
| 6 | દક્ષિણ કોરિયા | 13 | 8 | 7 | 28 |
| 7 | જાપાન | 13 | 7 | 13 | 33 |
| 8 | નેધરલેન્ડ્સ | 11 | 6 | 8 | 25 |
| 9 | ઇટાલી | 10 | 11 | 9 | 30 |
| 10 | જર્મની | 9 | 8 | 5 | 22 |





