Paris Olympics 2024 Opening Ceremony Updates : પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની સીન નદીના કિનારે યોજાઇ હતી. જે આ વખતે સૌથી ખાસ છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમની અંદર યોજાઇ રહ્યો નથી. ઓપનિંગ સેરેમનીમાં લેડી ગાગાએ પર્ફોમન્સ કર્યું હતું.
દરેક દેશના ખેલાડીઓ પોતાની ટુકડી સાથે સીન નદીમાંથી પસાર થઇ રહ્યા છે. તે પેરિસના કેટલાક પ્રતિષ્ઠિત સ્થળોને આવરી લઇ રહ્યા છે. ફ્લોટિંગ પરેડ જાર્ડિન ડેસ પ્લાન્ટ્સની બાજુમાં આવેલા ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થઇ છે અને ટ્રોકાડેરો ખાતે પૂરી થશે.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટુકડી મોકલી છે. 117 સભ્યોની ટુકડીમાં એથ્લેટિક્સ (29), શૂટિંગ (21) અને હોકી (19)માં સૌથી વધારે છે. આ 69 ખેલાડીઓમાંથી 40 ખેલાડીઓ પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
પીવી સિંધુ અને ટેબલ ટેનિસ ફ્લેગ બેરર
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને ટેબલ ટેનિસના દિગ્ગજ શરથ કમલ, જેઓ તેમના પાંચમા ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તેમણે ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું છે. આ બંને ખેલાડીઓ પોતપોતાની રમતોથી ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતના ફ્લેગ બેરર બનનારા સૌપ્રથમ ખેલાડીઓ બન્યા છે.
આ પણ વાંચો – પરેડમાં સૌથી આગળ કેમ રહે છે ગ્રીસના ખેલાડી, ભારત કયા નંબરે કરશે માર્ચપાસ્ટ, જાણો ખાસ વાતો
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય પુરુષોએ કુર્તા બન્ડી સેટ પહેર્યો છે. જ્યારે મહિલા ખેલાડીઓ ભારતનો તિરંગો ઝંડો દર્શાવતી મેચિંગ સાડીઓ પહેરી છે. પરંપરાગત ઇકતથી પ્રિન્ટ અને બનારસી બ્રોકેડ ડિઝાઇન તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં લોકો આ સેરેમનીમાં સામેલ થયા
ઓપનિંગ સેરેમની સમારોહ માટે શહેરમાં 80 મોટા સ્ક્રીન લગાવવામાં આવ્યા છે, જેથી 3 લાખથી વધુ લોકો આ સમારોહને જોશે. સાથે જ એક અંદાજ મુજબ 1.5 લાખ લોકો આ સેરેમનીમાં સામેલ થયા છે. આ ઓલિમ્પિક સમારંભમાં ભાગ લેનારા દર્શકોની સૌથી મોટી સંખ્યા છે.





