Punjab Kings vs Gujarat Titans Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. પંજાબ સ્કોર : સાઇ કિશોર (4 વિકેટ) સહિત બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબ 20 ઓવરમાં 142 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ
-રાહુલ તેવાટિયાના 18 બોલમાં 7 ફોર સાથે અણનમ 36 રન.
-રાશિદ ખાન 3 બોલમાં 3 રન બનાવી હર્ષલ પટેલનો ત્રીજો શિકાર બનયો.
-એમ શાહરુખ ખાન 4 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં બોલ્ડ થયો.
-ઓમરજાઇ 10 બોલમાં 1 સિક્સર સાથે 13 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.
-સાઇ સુદર્શન 34 બોલમાં 3 ફોર સાથે 31 રન બનાવી કરનની ઓવરમાં બોલ્ડ.
-ડેવિડ મિલર 6 બોલમાં 4 રન બનાવી લિવિંગસ્ટોનની ઓવરમાં બોલ્ડ થયો.
-શુભમન ગિલ 29 બોલમાં 5 ફોર સાથે 35 રન બનાવી લિવિંગસ્ટોનનો શિકાર બન્યો.
-ગુજરાત ટાઇટન્સે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રિદ્ધિમાન સાહા 11 બોલમાં 1 ફોર સાથે 13 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, આરસીબી સામે કેકેઆરનો 1 રને રોમાંચક વિજય
પંજાબ કિંગ્સ ઇનિંગ્સ
-ગુજરાત તરફથી સાઇ કિશોરે સૌથી વધારે 4 વિકેટ ઝડપી. નૂર અહમદ-મોહિત શર્માને 2-2 વિકેટ. રાશિદ ખાનને 1 વિકેટ મળી.
-પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 10 વિકેટે 142 રન. ગુજરાતને જીતવા માટે 143 રનનો પડકાર મળ્યો છે.
-હરપ્રીત સિંહ 19 બોલમાં 14 રન બનાવી રન આઉટ
-હર્ષલ પટેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.
-હરપ્રીત બ્રાર 12 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 29 રન બનાવી સાઇ કિશોરનો ચોથો શિકાર બન્યો.
-શશાંક સિંહ 12 બોલમાં 8 રન બનાવી સાઇ કિશોરનો ત્રીજો શિકાર બન્યો.
-આશુતોષ શર્મા 8 બોલમાં 3 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં કેચ આઉટ થયો.
-જીતેશ શર્મા 12 બોલમાં 1 સિક્સર સાથે 13 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં બોલ્ડ થયો.
-લિવિંગસ્ટોન 9 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી નૂર અહમદનો શિકાર બન્યો.
-સેમ કરન 19 બોલમાં 2 ફોર સાથે 20 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.
-રિલે રોસો 7 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી નૂર અહમદની ઓવરમાં આઉટ થયો.
-પ્રભસિરન સિંહ 21 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 35 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.
-પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, નૂર અહમદ, સંદીપ વોરિયર, મોહિત શર્મા.
પંજાબ કિંગ્સ : સેમ કરન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, રિલી રોસો, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.





