IPL 2024, PBKS vs SRH Highlights : આઈપીએલ 2024, શશાંક સિહ અને આશુતોષ શર્માની લડાયક બેટિંગ, છતા પંજાબનો પરાજય

PBKS vs SRH Highlights, Punjab Kings vs Sunrisers Hyderabad : નીતિશ રેડ્ડીના 37 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 64 રન, પંજાબ કિંગ્સનો 2 રને પરાજય

Written by Ashish Goyal
Updated : April 09, 2024 23:34 IST
IPL 2024, PBKS vs SRH Highlights : આઈપીએલ 2024, શશાંક સિહ અને આશુતોષ શર્માની લડાયક બેટિંગ, છતા પંજાબનો પરાજય
PBKS vs SRH Highlights, IPL 2024 : સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 2 રને રોમાંચક વિજય મેળવ્યો

Punjab Kings vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 પંજાબ વિ. હૈદરાબાદ સ્કોર : નીતિશ કુમાર રેડ્ડીના 64 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 2 રને રોમાંચક વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવી શક્યું હતું. પંજાબને અંતિમ ઓવરમાં જીત માટે 29 રનની જરૂર હતી. શશાંક સિહ અને આશુતોષ શર્માએ 26 રન ફટકાર્યા હતા.

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, જીતેશ શર્મા, સેમ કરન, સિકંદર રઝા, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, શાહબાઝ અહેમદ, નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન. જયદેવ ઉનડકટ.

Read More
Live Updates

સનરાઇઝર્સ હૈદરાબાદે 2 રને રોમાંચક વિજય મેળવ્યો

નીતિશ કુમાર રેડ્ડીના 64 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 2 રને રોમાંચક વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવી શક્યું હતું.

શશાંક સિંહના અણનમ 46 રન

શશાંક સિંહના 25 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અણનમ 46 રન. આશુતોષ શર્માના 15 બોલમાં 3 ફોર 2 સિક્સરની મદદથી અણનમ 33 રન.

જીતેશ શર્મા 19 રને આઉટ

જીતેશ શર્મા 11 બોલમાં 1 ફોર 1 સિક્સરની મદદથી 19 રને નીતિશ રેડ્ડીનો શિકાર બન્યો.

સિકંદર રઝા 28 રને આઉટ

સિકંદર રઝા 22 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 28 રન બનાવી ઉનડકટનો શિકાર બન્યો. પંજાબે 91 રને પાંચમી વિકેટ ગુમાવી.

સેમ કરન 29 રને આઉટ

સેમ કરન 22 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 29 રન બનાવી ટી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.

શિખર ધવન 14 રને આઉટ

શિખર ધવન 16 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. પંજાબે 20 રને ત્રીજી વિકેટ ગુમાવી.

પ્રભસિમર સિંહ 4 રને આઉટ

ઇમ્પેક્ટ પ્લેયર પ્રભસિમર સિંહ 6 બોલમં 1 ફોર સાથે 4 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો.

જોની બેયરસ્ટો ખાતું ખોલાયા વિના આઉટ

જોની બેયરસ્ટો 3 બોલમાં ખાતું ખોલાયા વિના કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 2 રને પ્રથમ વિકેટ ગુમાવી.

અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી

અર્શદીપ સિંહે સૌથી વધારે 4 વિકેટ ઝડપી. સેમ કરન, હર્ષલ પટેલને 2-2 વિકેટ જ્યારે રબાડાને 1 વિકેટ મળી.

સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 9 વિકેટે 182 રન

સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 183 રનનો પડકાર મળ્યો છે.

ભુવનેશ્વર કુમાર 6 રને આઉટ

ભુવનેશ્વર કુમાર 8 બોલમાં 6 રન બનાવી સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો.

પેટ કમિન્સ 3 રને બોલ્ડ

પેટ કમિન્સ 4 બોલમાં 3 રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.

નીતિશ કુમાર રેડ્ડી 64 રને આઉટ

નીતિશ કુમાર રેડ્ડી 37 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 64 રન બનાવી અર્શદીપ સિંહનો ચોથો શિકાર બન્યો. હૈદરાબાદે 151 રને સાતમી વિકેટ ગુમાવી.

અબ્દુલ સમદ 25 રને આઉટ

અબ્દુલ સમદ 12 બોલમાં 5 ફોર સાથે 25 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થયો.

નીતિશ રેડ્ડીની અડધી સદી

નીતિશ રેડ્ડીએ 32 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

હેનરિચ ક્લાસેન 9 રને આઉટ

હેનરિચ ક્લાસેન 9 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 100 રને પાંચમી વિકેટ ગુમાવી.

રાહુલ ત્રિપાઠી 11 રને આઉટ

રાહુલ ત્રિપાઠી 14 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.

અભિષેક શર્મા 16 રને આઉટ

અભિષેક શર્મા 11 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો.

એડન માર્કરામ ખાતું ખોલાયા વિના આઉટ

એડન માર્કરામ 2 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહનો બીજો શિકાર બન્યો. હૈદરાબાદે 27 રને બીજી વિકેટ ગુમાવી.

ટ્રેવિસ હેડ 21 રને આઉટ

ટ્રેવિસ હેડ 15 બોલમાં 4 ફોર સાથે 21 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, શાહબાઝ અહેમદ, નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન. જયદેવ ઉનડકટ.

પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, જીતેશ શર્મા, સેમ કરન, સિકંદર રઝા, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.

પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં પંજાબ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મુકાબલા થયા છે. જેમાંથી 14 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 114 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 211 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં હૈદરાબાદનો વિજય થયો છે.

આઈપીએલ 2024 - આજે પંજાબ વિ. હૈદરાબાદ વચ્ચે મુકાબલો

આઈપીએલ 2024ની 23મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુરમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ