સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયર સાથે ટી-20 મુંબઈ લીગ 2025 માટે 8 આઇકોન ખેલાડીઓમાં પૃથ્વી શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લીગ 26 મે થી 8 જૂન સુધી રમાશે. જોકે IPL 2025 ની હરાજીમાં પૃથ્વી શોને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો, પરંતુ હવે તે આ લીગમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે જોવામાં આવશે. તેની સાથે અજિંક્ય રહાણે, શિવમ દુબે, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર અને સરફરાઝ ખાનને પણ આઇકોન ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
શોની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. દિલ્હી કેપિટલ્સે તેને હરાજી પહેલા રિલીઝ કર્યો હતો અને કોઈ IPL ટીમે તેને ખરીદ્યો ન હતો. કેટલાક લોકોને લાગ્યું કે તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં રૂતુરાજ ગાયકવાડનો સારો વિકલ્પ બની શક્યો હોત પરંતુ CSK એ તેની જગ્યાએ યુવા ખેલાડી આયુષ મ્હાત્રેને પસંદ કર્યો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ ટીમનો ભાગ હતો
પૃથ્વી શો ગત સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી મુંબઈ ટીમનો ભાગ હતો. તેણે 9 મેચમાં 197 રન બનાવ્યા હતા. આ વખતે તે IPL થી દૂર રહ્યો હોવા છતાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ પોતપોતાની ટીમો માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 10 મેચમાં 427 રન બનાવ્યા છે અને તે શાનદાર ફોર્મમાં છે.
MCA પ્રમુખે કહી મોટી વાત
શ્રેયસ ઐયર હાલમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે અને 9 મેચમાં 288 રન બનાવ્યા છે. તે જ સમયે, અજિંક્ય રહાણે આ સિઝનમાં KKR માટે શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયો છે. તેણે અત્યાર સુધી 9 મેચમાં 271 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી સંઘર્ષ સ્ટોરી : મુશ્કેલથી ચાલી રહ્યું છે ઘર, મમ્મી ફક્ત 3 કલાક જ ઊંઘે છે
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, “અમને 8 મહાન ખેલાડીઓ રજૂ કરતા ખૂબ આનંદ થાય છે જેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુંબઈને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓ મુંબઈ ક્રિકેટની પરંપરા, મહેનત અને સફળતાનું પ્રતીક છે.
તેમની હાજરી યુવા ખેલાડીઓને શીખવાની અને પ્રેરણા મેળવવાની તક આપશે. અમે ભારતના ભાવિ સ્ટાર્સને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. લીગમાં આ સ્ટાર ખેલાડીઓની હાજરી તેના સ્તરને વધુ ઊંચો કરશે અને પ્રેક્ષકોને એક યાદગાર અનુભવ આપશે.”





