RR vs RCB IPL 2024 : રાજસ્થાન વિ બેંગ્લોર વચ્ચે આજે ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને વેધર અપડેટ્સ

RR vs RCB pitch Report : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાશે તો જોઈએ આ પીચ નો રિપોર્ટ અને વેધર કેવું રહેશે.

Written by Kiran Mehta
Updated : April 06, 2024 17:14 IST
RR vs RCB IPL 2024 : રાજસ્થાન વિ બેંગ્લોર વચ્ચે આજે ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને વેધર અપડેટ્સ
રાજસ્થાન વિ બેંગ્લોર - સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર - પીચ રિપોર્ટ

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 માં, રાજસ્થાન રોયલ્સ (આરઆર) આજે 6 એપ્રિલ, શનિવારે સાંજે 7:30 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે ટકરાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) આઈપીએલ 2024 માં તેની પાંચમી મેચ રમવા જઈ રહી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ (આરઆર) ની આ ચોથી મેચ હશે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સે 24 માર્ચે પોતાની શરૂઆતની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ને 20 રનથી પરાજય આપ્યો હતો. તેણે 28 માર્ચે દિલ્હી કેપિટલ્સ (ડીસી)ને 12 રનથી પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) સામે પણ જીત મેળવી હતી. તેણે 1 એપ્રિલે હાર્દિક પંડ્યાની ટીમ સામે છ વિકેટથી જીત મેળવી હતી. આઈપીએલ 2024 માં, કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રાજસ્થાન રોયલ્સે તેની શરૂઆતની ત્રણ મેચ જીતી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 22 માર્ચે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 25 માર્ચે પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને ચાર વિકેટથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ 29 માર્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે 7 વિકેટે પરાજય થયો હતો. તેઓ 2 એપ્રિલે પોતાની ચોથી ગેમમાં હોમગ્રાઉન્ડ એટલે કે બેંગલુરુ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે 28 રનથી હારી ગયા હતા.

RR vs RCB : હેડ 2 હેડ રેકોર્ડ

આઈપીએલમાં અત્યાર સુધી આરસીબી અને આરઆર વચ્ચે 30 મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી રાજસ્થાન રોયલ્સે 12 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 મેચમાં વિજય મેળવ્યો છે. ત્રણ મેચ એવી હતી કે, જેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રાજસ્થાન રોયલ્સ સામેનો હાઈએસ્ટ સ્કોર 200 રન છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સનો હાઈએસ્ટ સ્કોર 217 રન છે. બંને વચ્ચે છેલ્લી 5 મેચમાંથી આરઆરએ 2 માં જીત મેળવી છે. આઈપીએલમાં આરસીબી સામે આરઆરની છેલ્લી જીત 2022 માં હતી, જ્યારે જોસ બટલર (76 બોલમાં 106 રન) પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

આરઆર વિ આરસીબી : પીચ રિપોર્ટ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદગાર મનાય છે. જો કે, તેની લાંબી બાઉન્ડ્રી અને જયપુરનું ગરમ હવામાન સ્કોરકાર્ડ પર ઓછા રન બનાવી શકે છે. આ પિચ પર ઘણીવાર બેટનો બોલ સાથે સારો સંપર્ક કરે છે. અહીં પ્રથમ બોલિંગ કરવી અને બીજી ઇનિંગ્સમાં લક્ષ્યનો પીછો કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મેદાન પર રમાયેલી આઇપીએલની મેચોમાં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમોએ 54માંથી 34 મેચમાં વિજય મેળવ્યો છે. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 160 રનની આસપાસ છે. આ મેદાન પર અત્યાર સુધી કોઈ પણ ટીમે આઈપીએલમાં 200 રન થી વધારે રન બનાવ્યા નથી.

રાજસ્થાન રોયલ્સે આ પિચ પર બે વખત બેટિંગ કરતા 197 રન બનાવ્યા છે. આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના 45 બોલમાં અણનમ 84 રનની મદદથી 185/5 નો સ્કોર કર્યો હતો. ડેવિડ વોર્નર (34 બોલમાં 49 રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (23 બોલમાં અણનમ 44)ના પ્રયાસો છતાં દિલ્હી કેપિટલ્સ 12 રનથી મેચ હારી ગયું હતું.

આ પણ વાંચો – IPL 2024, CSK vs SRH Highlights : આઈપીએલ 2024, હૈદરાબાદનો 6 વિકેટે વિજય, ચેન્નઇનો બીજો પરાજય

આરઆર વિ આરસીબી : હવામાન રીપોર્ટ

જ્યારે મેચ શરુ થશે, ત્યારે જયપુરમાં તાપમાન લગભગ 32 ડિગ્રીની આસપાસ રહેશે. જોકે મેચના અંત સુધીમાં તે ઘટીને 27 ડિગ્રી સુધી જઈ શકે છે. વરસાદની કોઈ સંભાવના નથી અને ભેજનું પ્રમાણ 31 ટકાથી ઉપર નહીં જાય. એક્યુવેધરના જણાવ્યા પ્રમાણે હવાની ગુણવત્તા બિનઆરોગ્યપ્રદ રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ