ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા પૂર્વ મંગેતરે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) એ આજે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ છે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : November 26, 2025 17:09 IST
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા પૂર્વ મંગેતરે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
ડાબી બાજુ જીત પાબારી બહેન પૂજા પાબારી સાથે. (તસવીર: puja_pabari?insta)

ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) એ આજે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ છે. તમને જણાવી દઈએ કે, આજથી એક વર્ષ અગાઉ ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી પર તેની પૂર્વ મંગેતરે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મૂકયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. આ મામલે માલવિયાનગર પોલીસે દૂષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે જીત રસિકભાઈ પાબારી પર આજથી એક વર્ષ પહેલા 26 નવેમ્બર 2024 ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને આજે ઠીક એક વર્ષ બાદ તે જ તારીખ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ જીત પાબારીએ આત્મહત્યા કરી લીધી છે. હાલમાં માલવિયાનગર પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

રક્ષાબંધનના દિવસે જીત પાબારી માટે તેની બહેન પૂજા પાબારીએ ઈન્સાગ્રામમાં કરેલી પોસ્ટ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ