Ratan Naval Tata Passed Away, રતન ટાટા નિધન : ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું હતું. ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપડાથી લઇને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દરેકે રતન ટાટા સાથે પોતાના અનુભવો શેર કર્યા. ટાટા ગ્રુપ 100 વર્ષથી ભારતીય ખેલાડીઓનું સમર્થન કરે છે. ઓલિમ્પિક હોય કે ક્રિકેટ, ટાટા ગ્રુપની ભૂમિકા હંમેશા રહી હતી.
ભારતને ઓલિમ્પિક સુધી પહોંચાડવામાં હતી મહત્વની ભૂમિકા
ભારતે સૌપ્રથમ વખત 1920માં એન્ટવર્પ ઓલિમ્પિકમાં ભાગ લીધો. તેમાં દોરાબજી ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1919માં દોરાબજી ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના અધ્યક્ષ હતા. તેમણે મુંબઈના ગર્વનરને ભારતીય ટીમને ઓલિમ્પિકમાં મોકલવા માટે મનાવી લીધા હતા. 1920માં ભારતને ઓલિમ્પિકમાં જવાની મંજૂરી મળી હતી. આ ખેલાડીઓને મોકલવા માટે સૌથી વધુ પૈસા દોરાબજીને આપ્યા હતા. ભારતે પાંચ ખેલાડીઓ મોકલ્યા હતા જેમણે રેસલિંગ અને એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો.
1996માં ક્રિકેટમાં એન્ટ્રી
માત્ર ઓલિમ્પિક જ નહીં, ટાટા ગ્રુપે ક્રિકેટના ઉત્થાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1996માં રતન ટાટાએ પહેલીવાર ક્રિકેટ જગતમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે ટાઇટન કપ નામની ત્રિકોણીય શ્રેણી સ્પોન્સર કરી હતી જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ ભાગ લીધો હતો. સચિન તેંડુલકરની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે જીત મેળવી હતી. 2000માં ફિક્સિંગ વિવાદ બાદ રતન ટાટાએ પાછળ હટી ગયા હતા.
આ પણ વાંચો – એક થે ટાટા, ગેંગસ્ટર્સ સામે પણ લડ્યા, અંગ્રેજોને પણ જડબા તોડ જવાબ આપ્યો, 15 કહાનીઓ
2020માં બન્યા આઈપીએલનો સહારો
વર્ષ 2020માં તેમણે ફરી ક્રિકેટમાં વાપસી કરી હતી. વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે વધી રહેલા રાજકીય વિવાદને કારણે ફોન કંપની વીવોએ આઈપીએલ સાથેની સ્પોન્સરશિપ સમજૂતીને અધવચ્ચે જ ખતમ કરી દીધી હતી. તે સમયે રતન ટાટાએ વિશ્વની સૌથી મોટી લીગને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં તેમણે 2023માં શરૂ થયેલી વિમેન્સ પ્રીમિયર લીગને પણ સ્પોન્સર કરી હતી. મહિલા ક્રિકેટમાં નવી શરૂઆતનો પાયો નાખ્યો હતો.





