Ravindra Jadeja Retires : વધુ એક સન્યાસ, રવિન્દ્ર જાડેજાએ પણ T20I ને કહ્યું અલવિદા

Ravindra Jadeja Retires T20 International : ભારત ટી20 વર્લ્ડ કપ જીત બાદ રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ નિવૃત્તિની જાહેરાત કરી છે, તો આ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ સંન્યાસની જાહેરાત કરી છે.

Written by Kiran Mehta
June 30, 2024 18:26 IST
Ravindra Jadeja Retires : વધુ એક સન્યાસ, રવિન્દ્ર જાડેજાએ પણ T20I ને કહ્યું અલવિદા
રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ ટી20 માંથી સન્યાસની જાહેરાત કરી

Ravindra Jadeja Retires T20 International : ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યાના એક દિવસ બાદ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શનિવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે આ બંને સાથે જાડેજા પણ જોડાઈ ગયો છે.

રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું, “હું T20 ઈન્ટરનેશનલને અલવિદા કહેવાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગર્વથી દોડતા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ તેમ કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડ કપ જીતવો એ એક સપનું હતું. આ મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ હતી. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર. જય હિંદ.”

રવિન્દ્ર જાડેજા ભારત માટે 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા

35 વર્ષીય જાડેજાએ ભારત માટે 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડરે એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યા પછી ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે, પરંતુ તે તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ 2024માં કંઈ ખાસ કરી શક્યો નથી. ફેબ્રુઆરી 2009 માં શ્રીલંકા વિરૂદ્ધ ડેબ્યૂ કર્યા બાદ, તેણે અત્યાર સુધી રમાયેલી 74 મેચોમાં કુલ 515 રન બનાવ્યા છે. સૌથી ટૂંકા ફોર્મેટમાં 54 વિકેટ લીધી છે.

છ T20 વર્લ્ડ કપ રમ્યા

બેટ સાથેનું જાડેજાનું શ્રેષ્ઠ પ્રદર્શન 2022 માં ઈંગ્લેન્ડ સામે આવ્યું હતું, જ્યાં તેણે 29 બોલમાં 46 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચ 49 રને જીતી લીધી હતી. બોલ સાથે તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 2021 T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે હતું, જ્યાં તેણે દુબઈમાં 15 રનમાં 3 વિકેટ લીધી હતી. તેણે છ T20 વર્લ્ડ કપ રમ્યા છે. T20 વર્લ્ડ કપ 2024માં રવિન્દ્ર જાડેજાએ 5 ઇનિંગ્સમાં 22 બોલનો સામનો કર્યો અને 35 રન બનાવ્યા. બોલિંગની વાત કરીએ તો, તેણે 14 ઓવર નાંખી અને 1 વિકેટ લીધી. તેની ઈકોનોમી 7.57 હતી.

આ પણ વાંચો –

રવિન્દ્ર જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

રવિન્દ્ર જાડેજા એવા કેટલાક ક્રિકેટરોમાંથી એક છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી ત્રણેય ફોર્મેટમાં ભારતની ટીમનો ભાગ છે. તે ટેસ્ટ અને વનડે માટે ઉપલબ્ધ રહેશે. તેણે 72 ટેસ્ટ અને 197 વનડે રમી છે. ટેસ્ટમાં તેના 3036 રન (સરેરાશ 36.14) અને 294 વિકેટ (24.13) છે, જ્યારે ODIમાં તેણે 2756 રન (32.42) અને 220 વિકેટ (36.07) છે. તેની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ