Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024 આરસીબી વિ. કેકેઆર સ્કોર : વેંકટેશ ઐયરની અડધી સદી અને સુનીલ નારાયણના 47 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરે 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે બેંગલોરનો બીજો પરાજય થયો છે. આઈપીએલ 2024માં ઘરઆંગણે બેંગલોરનો પરાજય થતા જ હોમગ્રાઉન્ડમાં જીતવાનો સિલસિલો અટક્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી બધી જ ટીમોએ તેના ઘરઆંગણે વિજય મેળવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
ફિલિપ સોલ્ટ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.





