ફ્રેન્ચાઇઝી ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટને ખતરાને લઇને સમય-સમય પર ચર્ચા થતી રહે છે. દક્ષિણ આફ્રિકા અને યૂએઈમાં ટી-20 લીગ આવ્યા પછી આ ચર્ચા વધારે ઝડપી બની છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયા ધ એજે જાણકારી આપી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ એક વર્ષના કરાર માટે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સંપર્ક કર્યો છે.
ધ એજે જણાવ્યું કે ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ અને ડેવિડ વોર્નર જેવા ક્રિકેટરોને એક વર્ષના કરાર માટે 5 મિલિયન ડોલર સુધીની (41 કરોડ રૂપિયા) ઓફર કરી છે. કમિન્સ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી વધારે કમાણી કરનાર ક્રિકેટર છે. રિપોર્ટ પ્રમાણે આંકડો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે તેના વર્તમાન વાર્ષિક કરારની રકમથી ડબલથી વધારે છે.
ખેલાડીઓને આટલી મોટી રકમ આપવાનું કારણ આઈપીએલ નથી
ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને આટલી મોટી રકમ આપવાનું કારણ આઈપીએલ નથી. જો તમે વિચારી રહ્યા હોય કે આઈપીએલની સિઝન લાંબી થવાની છે કે આખું વર્ષ દરમિયાન રમાશે તો તમે ખોટા છો. આઈપીએલ ટીમોએ દુનિયાભરની લીગમાં ટીમ ખરીદી છે. દક્ષિણ આફ્રિકામાં નવી એસએ-20 લીગમાં બધી છ ટીમોના માલિક આઈપીએલ ફ્રેન્ચાઇઝી છે. મુંબઈ ઇન્ડિયન્સની જેમ અન્ય ફ્રેન્ચાઇઝીઓએ પણ યૂએઈની લીગ ટીમમાં ભાગીદારી લીધી છે.
આ પણ વાંચો – બીસીસીઆઈનો ઐતિહાસિક નિર્ણય, હવે મહિલાઓને પણ પુરુષ ક્રિકેટર્સની બરાબર મળશે મેચ ફી
ખેલાડીઓને બોર્ડ પાસેથી મંજૂરીની જરૂર
કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ સાથે-સાથે યૂએઈ ઇન્ટરનેશનલ લીગમાં અબુધાબીની ટીમની માલિકી છે. જલ્દી અમેરિકામાં ફ્રેન્ચાઇઝી લીગમાં લોસ એંજિલ્સ ટીમની તે માલિક બનશે. જોકે ફ્રેન્ચાઇઝી ટીમો સાથે વાર્ષિક કરાર પહેલા ખેલાડીઓએ પોતાના બોર્ડ પાસેથી એનઓસીની આવશ્યકતા રહેશે.
નિવૃતિની નજીક પહોંચવા પર ખેલાડી બતાવશે રસ
ધ એજે રિપોર્ટમાં જણાવ્યું કે આ જાણકારી આપનાર સૂત્રોએ એ નથી જણાવ્યું કે કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીમાં રસ બતાવ્યો છે. જોકે જેવા ખેલાડી નિવૃત્તિની નજીક પહોંચશે તેમાં રસ બતાવવાનું શરુ કરી શકે છે. એક સૂત્રએ દાવો કર્યો કે 18 મહિનાથી 2 વર્ષની અંદર ખેલાડી આ પ્રકારના કરાર માટે તેયાર થવા લાગશે.