રોહિત શર્માએ ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ICC ODI ટુર્નામેન્ટમાં ‘આ’ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન

Rohit Sharma Six Record: રોહિત શર્મા હવે આઈસીસી વન ડે માં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ટોચના સ્થાને રહ્યો હતો, પરંતુ રોહિતે તેને પાછળ છોડી દીધો છે.

Written by Rakesh Parmar
March 04, 2025 22:22 IST
રોહિત શર્માએ ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ICC ODI ટુર્નામેન્ટમાં ‘આ’ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન
રોહિત શર્મા હવે આઈસીસી વનડે માં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. (તસવીર : BCCI/X)

IND vs AUS Champions Trophy Semi Final Updates: ભારત વિ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હોવા છતાં તેણે એક મોટો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં હિટમેન રોહિત શર્માએ છગ્ગો ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 265 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ત્યારે રોહિત શર્માએ આ રેકોર્ડ હાંસલ કર્યો હતો.

રોહિત શર્મા હવે આઈસીસી વન ડે માં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ટોચના સ્થાને રહ્યો હતો, પરંતુ રોહિતે તેને પાછળ છોડી દીધો છે. આમાં આઈસીસી વનડે ટુર્નામેન્ટ એટલે કે વન ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે, જે બંને 50 ઓવરમાં રમાય છે. રોહિત શર્માએ હવે આઈસીસી વન ડે માં 65 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલ 64 છગ્ગા સાથે બીજા ક્રમે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 264 રન બનાવ્યા હતા. આખી ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવર રમ્યા વિના જ ઓલઆઉટ થઈ ગઈ. આ પછી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ સાથે ઓપનિંગ સંભાળી. તેણે પહેલી ઓવરના બીજા બોલ પર ફોર ફટકારી, જ્યારે નાથન એલિસની બીજી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી. આ સાથે તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ભારત ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને હરાવી 2023ના વર્લ્ડ કપનો બદલો લીધો

અગાઉ જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરી સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. સ્ટીવ સ્મિથે 96 બોલમાં 73 રન બનાવ્યા, જ્યારે એલેક્સ કેરીએ પણ 57 બોલમાં 61 રન બનાવ્યા.

બાકીના કોઈ પણ બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યા નહીં. આનું કારણ એ છે કે ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી હતી. મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી. કુલદીપ યાદવ એકમાત્ર એવો બોલર હતો જેણે એક પણ વિકેટ લીધી ન હતી.

ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાની જીતના હીરો મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ