IND vs AUS: રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, તેના સ્થાને આ ખેલાડીને મળશે ટીમમાં સ્થાન

India vs Australia test series: ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શુક્રવારથી પર્થમાં શરૂ થઈ રહેલી પ્રથમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચમાં નહીં રમે.

Written by Rakesh Parmar
November 17, 2024 17:48 IST
IND vs AUS: રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, તેના સ્થાને આ ખેલાડીને મળશે ટીમમાં સ્થાન
રોહિત શર્મા પ્રથમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચમાં નહીં રમે. (ફોટો ક્રેડિટ રોહિત શર્મા ટ્વિટર)

India vs Australia test series: ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શુક્રવારથી પર્થમાં શરૂ થઈ રહેલી પ્રથમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચમાં નહીં રમે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રોહિત શર્માએ આ અંગે બીસીસીઆઈને જાણ કરી છે અને તેણે કહ્યું છે કે તેના બીજા બાળકના જન્મ પછી તે પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગે છે.

રોહિતની ગેરહાજરીમાં ટીમના ઉપ-કેપ્ટન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે. રોહિત 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે એટલે કે તે બીજી ટેસ્ટ મેચ રમશે.

રોહિતની જગ્યાએ દેવદત્ત પડિક્કલ ટીમ સાથે જોડાશે

રોહિતની ગેરહાજરીમાં ભારતીય પસંદગીકારોએ ભારત A ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા દેવદત્ત પડિકલને ઓસ્ટ્રેલિયામાં જ રહેવા કહ્યું છે. પર્થના ઓપસ સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ માટે રોહિતના સ્થાને 18 સભ્યોની ભારતીય ટીમમાં પડિકલનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: PM મોદીને પસંદ આવી વિક્રાંત મેસીની ‘ધ સાબરમતી રિપોર્ટ’, જાણો શું કહ્યું?

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે અમને આશા હતી કે તે (રોહિત) ઓસ્ટ્રેલિયા જશે પરંતુ તેણે બીસીસીઆઈને જાણ કરી છે કે તે હવે જઈ શકે તેમ નથી કારણ કે તેને થોડો વધુ સમય જોઈએ છે. તે એડિલેડમાં યોજાનારી બીજી ગુલાબી બોલ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જશે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ વચ્ચે નવ દિવસનું અંતર છે તેથી રોહિત ત્યાં સમયસર પહોંચી જશે.

શનિવારે મેચ સિમ્યુલેશન દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શુભમન ગિલના અંગૂઠામાં ફ્રેક્ચર થયા પછી ભારતની બેટિંગ લાઇન-અપમાં ચોક્કસપણે ફેરફારો થશે. ગિલ પ્રથમ ટેસ્ટ ગુમાવશે અને આનાથી કેએલ રાહુલ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો માર્ગ ખુલશે. રોહિતની ગેરહાજરીમાં વિકેટકીપર ધ્રુવ જુરેલને બેટ્સમેન તરીકે તક મળી શકે છે. જુરેલે ઓસ્ટ્રેલિયા A સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 80 અને 64 રન બનાવીને પોતાની જાતને સાબિત કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ