Most Centuries For India On International Cricket Grounds: ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનારા બેટ્સમેનની કોઈ કમી નથી. સચિન તેંડુલકર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે, જ્યારે વિરાટ કોહલી આ યાદીમાં બીજા ક્રમે આવે છે, પરંતુ જ્યારે વાત કરવામાં આવે તો વિદેશની ધરતી પર ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર પણ પ્રથમ સ્થાને છે, પરંતુ વિરાટ કોહલી આ મામલે પાછળ છે. તમને જણાવી દઈએ કે વિદેશની ધરતી પર ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કયા બેટ્સમેનોએ સૌથી વધુ સદી ફટકારી છે.
સચિન તેંડુલકરે વિદેશની ધરતી પર ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારી હતી, પરંતુ તેમાંથી તેમણે વિદેશની ધરતી પર 58 સદી ફટકારી હતી અને ભારત તરફથી વિદેશની ધરતી પર સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનની યાદીમાં તે પ્રથમ ક્રમ પર છે. સચિન બાદ વિરાટ કોહલી આ મામલે બીજા નંબરે છે, જેણે ભારતની બહાર એટલે કે વિદેશની ધરતી પર 42 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 80 સદી ફટકારી છે.

રોહિત શર્મા વિદેશની ધરતી પર 21 સદી ફટકારી
આ યાદીમાં ત્રીજા નંબર પર ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ છે, જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટને જોડીને વિદેશની ધરતી પર ભારત માટે કુલ 27 સદી ફટકારી હતી. દ્રવિડની બરાબર નીચે એટલે કે ચોથા સ્થાન પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી છે જેમણે 26 સદી ફટકારી હતી. રોહિત શર્મા આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે, જેણે અત્યાર સુધી વિદેશની ધરતી પર 21 સદી ફટકારી છે.
આ પણ વાંચો | નીરજ ચોપરા ભલે ગોલ્ડ મેડલ ન જીત્યો, છતાં કરોડોનો નફો થયો, બ્રાન્ડ વેલ્યુ 400 કરોડ સુધી જઈ શકે છે; જાણો કેવી રીતે
ભારતના તોફાની પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવે છે અને તેણે ભારતની બહાર 20 વખત આ કારનામું કર્યું હતું, જ્યારે સુનીલ ગાવસ્કર 18 સદી સાથે 7માં નંબર પર છે, જ્યારે શિખર ધવન 17 સદી સાથે 8માં નંબર પર છે.