Sania Mirza-Shoaib Malik Divorce: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક વચ્ચે અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે. બન્ને અલગ થઇ ગયા હોવાના પણ રિપોર્ટ્સ છે. આ દાવો પાકિસ્તાની મીડિયા કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક તલાકની તૈયારી કરી રહ્યા છે. મલિકે સાનિયાને દગો આપ્યો છે. બન્ને હાલ અલગ-અલગ રહે છે. મલિક કોઇ અન્ય મહિલાને ડેટ કરી રહ્યો છે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સાનિયા અને શોએબ ફક્ત પુત્ર ઇજહાન મિર્ઝા મલિકની સાથે કો-પેરેન્ટિંગ (સહ પાલન-પોષણ) કરી રહ્યા છે. મલિકે કથિત રીતે એક શો ના શૂટિંગ દરમિયાન સાનિયા મિર્ઝાને દગો આપ્યો હતો. જોકે તલાકના સમાચાર પર સાનિયા અને શોએબ તરફથી હજુ સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી.
બન્ને વચ્ચેનો અણબનાવ જાહેરમાં ત્યારે આવ્યો જ્યારે હાલમાં જ પોતાના પુત્ર ઇજહાન મિર્ઝા મલિકનો જન્મ દિવસ મનાવ્યો હતો. જન્મ દિવસ પછી શોએબ મલિકે બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરી હતી. જ્યારે સાનિયા મિર્ઝાએ તસવીરો શેર કરી ન હતી. આ પછી સાનિયાએ એક તૂટેલા દિલને લઇને પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પરથી સોશિયલ મીડિયા યુઝર્સ બન્ને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી તેવી ચર્ચા કરી રહ્યા છે.

સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરે છે. જેનું શીર્ષક હતું ‘તુટેલા દિલ ક્યાં જાય છે? અલ્લાહને શોધવા માટે’. અન્ય એક પોસ્ટમાં સાનિયાએ પુત્ર ઇજહાન સાથે તસવીર શેર કરી છે અને લખ્યું છે કે તે ક્ષણ જે મને સૌથી મુશ્કેલ દિવસોથી દૂર લઇ જાય છે. લવ યૂ ઇજહાન.