(ભરતસિંહ દિવાકર) મહિલા પ્રીમિયર લીગની (WPL)ના પ્રથમ સિરિઝ માટે મુંબઈમાં ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી છે જેને મહિલા આઇપીએલમાં વિરા કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.4 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ બોલી સાથે જ સ્મૃતિ મંધાના ભારતમાં પહેલીવાર યોજાઇ રહેલી વુમન આઇપીએલની પ્રથમ સીરિઝમાં સૌથી મોંઘી ખેલાડી બની ગઇ છે.
સ્મૃતિ મંધાના વિશે આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે તે જેટલી મોટી ક્રિકેટર છે તેટલી જ તે ‘કાર લેવર’ પણ છે. સ્મૃતિ મંધાનાના કાર-પ્રેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની પાસે એક મોટું કાર કલેક્શન છે. સ્મૃતિ મંધાના પાસે કઇ -કઇ કાર છે જાણો…
સ્મૃતિ મંધાના – મારુતિ ડિઝાયર
સ્મૃતિ મંધાનાના કાર કલેક્શનની પ્રથમ કાર મારુતિ ડિઝાયર છે જે મંધાનાએ તેના કરિયરની શરૂઆતમાં ખરીદી હતી. મારુતિ ડિઝાયર એક સેડાન કાર છે જે ઓછી પ્રાઇસમાં સારી કેબિન સ્પેસ અને માઈલેજ માટે પસંદ કરવામાં આવે છે. મારુતિ ડિઝાયરની એક્સ-શોરૂમ કિંમત 6.44 લાખ રૂપિયાથી 9.31 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.
સ્મૃતિ મંધાના – હ્યુન્ડાઈ ક્રેટા
હ્યુન્ડાઈ ક્રેટા સ્મૃતિ મંધાનાના કાર કલેક્શનમાં બીજી કાર છે કોમ્પેક્ટ એસયુવી છે. Hyundai Creta એ હ્યુન્ડાઇ કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે જેની કિંમત રૂ. 10.64 લાખથી શરૂ કરીને રૂ. 18.68 લાખ સુધી હોય છે.
સ્મૃતિ મંધાના – ઓડી
સ્મૃતિ મંધાના પાસે ઓડી કાર છે પરંતુ તેનું વેરિઅન્ટ કયું છે તેની સત્તાવાર માહિતી નથી. ભારતમાં ઓડી કારની કિંમત રૂ.43.85 લાખથી શરૂ થાય છે અને રૂ.2.55 કરોડ સુધીની કાર વેચાય છે.
સ્મૃતિ મંધાના – BMW
બીએમડબ્લ્યુ એ સ્મૃતિ મંધાનાના કાર કલેક્શનની ચોથી કાર છે જો કે તેનું પણ વેરિઅન્ટ જાણી શકાયું નથી. ભારતમાં BMW કારની કિંમત રૂ.43.50 લાખથી શરૂ થઇને રૂ.2.60 કરોડ સુધી હોય છે.
સ્મૃતિ મંધાના – રેન્જ રોવર
રેન્જ રોવર ઇવોક એસયુવી એ સ્મૃતિ મંધાનાના કાર કલેક્શનમાં છેલ્લી અને સૌથી મોંઘી કાર છે જે તેણે 2022માં દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી હતી. આ લક્ઝરી SUVની પ્રારંભિક કિંમત રૂ. 72.09 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.