Sunrisers Hyderabad vs Gujarat Titans Highlights, IPL 2024, આઈપીએલ 2024, ગુજરાત વિ. હૈદરાબાદ સ્કોર : વરસાદના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ થઇ ગઇ છે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. વરસાદના કારણે આ મેચ રદ થતા હૈદરાબાદને ફાયદો થયો છે. તે 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગયું છે. ગુજરાતને છેલ્લી બે મેચ વરસાદમાં ધોવાઇ ગઇ છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાંથી બહાર
વરસાદના કારણે આ મેચ રદ થતા દિલ્હી કેપિટલ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે કારણ કે તેનો નેટ રન રેટ (-0.377) આરસીબીના રનરેટ (+0.387) કરતાં ઘણો પાછળ છે અને તેમની પાસે કોઈ મેચ બાકી નથી. જ્યારે એલએસજી માટે પ્લેઓફમાં પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ બની જશે. તેનો નેટ રન રેટ -0.787 છે. તેણે બેંગલુરુથી આગળ જવા માટે ઓછામાં ઓછા 400 રનથી મેચ જીતવી પડશે. એટલે કે દિલ્હી અને લખનૌ બંનેની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરનાર ત્રીજી ટીમ બની છે. હવે પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય 18 મે ના રોજ બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં થશે.





