Dipa Karmakar Ban for Doping: ભારતીય સ્ટાર જિમનાસ્ટ દીપા કર્માકરને મોટો ફટકો લાગ્યો છે. તેઓ ડોપિંગના આરોપી ઠર્યા છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેમના પર 21 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. દીપા કર્માકરને પ્રતિબંધિત દવા હાઇજેનામાઇન લેવાના દોષી ઠર્યા હતા. દીપાના નમૂના 11 ઓક્ટોબર 2021ની સ્પર્ધા બહાર લીધા હતા. તેમનો આ પ્રતિબંધ 10 જુલાઇ 2023 સુધી લાગુ રહેશે.
રિયો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું
ડીકા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ જિમ્નાસ્ટ હતી. દીપાએ રિયોમાં 2016 ઓલિમ્પિક ગેમ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. આ પછી તે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ અને મેડલ જીત્યા વિના સ્ટાર બની ગઈ. આ પહેલા કર્માકરે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપા આવું કરનારી પ્રથમ મહિલા જિમ્નાસ્ટ હતી.
દવાઓ લેવા બદલ દોષિત ઠર્યા
દીપા કર્માકરને Hygemin S-3 Beta-2 લેવા માટે દોષિત ઠેરવવામાં આવી છે. જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ડોપિંગ એજન્સીએ Hygemin S-3 Beta-2 ને પ્રતિબંધિત દવાઓની શ્રેણીમાં રાખ્યું છે. કોઈપણ ખેલાડી આ દવાઓના સેવન માટે દોષિત જણાય તો તેના પર પ્રતિબંધ લગાવી શકાય છે.