scorecardresearch

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: અર્જુન તેંડુલકરે 10 રનમાં 4 વિકેટ ઝડપી, બરોડા સામે ગુજરાતનો રોમાંચક વિજય

Arjun Tendulkar – અર્જુન તેંડુલકરે ગોવા તરફથી રમતા હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં ફક્ત 10 રન આપીને 4 વિકેટ ઝડપી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: અર્જુન તેંડુલકરે 10 રનમાં 4 વિકેટ ઝડપી, બરોડા સામે ગુજરાતનો રોમાંચક વિજય
અર્જુન તેંડુલકર, વિજય કુમાર વૈશાક અને અબ્દુલ બાસિત.

Syed Mushtaq Ali Trophy 2022: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022માં સચિન તેંડુલકરના પુત્ર અર્જુનનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. તેણે ગોવા તરફથી રમતા હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં ફક્ત 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જોકે તેને છોડીને ગોવાનો કોઇ ખેલાડી પ્રભાવશાળી બોલિંગ કરી શક્યો ન હતો. દર્શન મિસાલ 1 વિકેટ ઝડપવા સફળ રહ્યો હતો પણ તેણે 2 ઓવરમાં 23 રન આપી દીધા હતા. આ કારણે હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવવા સફળ રહી હતી. જવાબમાં ગોવાની ટીમ 18.5 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

અન્ય એક મેચમાં બરોડા સામે ગુજરાતે 2 વિકેટે વિજય મેળવ્યો હતો. બરોડાએ 20 ઓવરમાં 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. બીજી તરફ ચંદીગઢના મહારાજા યાદવેંન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં કર્ણાટકના ફાસ્ટ બોલર વિજય કુમાર વૈશાકે (Vijaykumar Vyshak)4 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગના દમ પર મંયક અગ્રવાલની ટીમે મેઘાલયને ફક્ત 10.1 ઓવરમાં 9 વિકેટે હરાવી દીધી હતી.

આ પણ વાંચો – આ પ્લેયર બનાવશે સૌથી વધારે રન, આકાશ ચોપડાએ આ ખેલાડીને ગણાવ્યો વન મેન આર્મી

મેઘાલયે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 89 રન બનાવ્યા હતા. કર્ણાટકે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 90 રન બનાવી મેચ જીતી લીધી હતી. કેપ્ટન મયંક અગ્રવાલે 29 બોલમાં અણનમ 47 અને મનીષ પાંડેએ અણનમ 42 રન બનાવ્યા હતા. મનીષે 28 બોલની ઇનિંગ્સમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

અન્ય એક મેચમાં ડેબ્યૂ મેન અબ્દુલ બાસિતના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી કેરલે હરિયાણા સામે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. હરિયાણાએ 20 ઓવરમાં 7 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં કેરલે 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. અબ્દુલ બાસિતે 8 રન આપી 1 વિકેટ ઝડપી હતી અને 15 બોલમાં અણનમ 27 રન ટીમની જીત અપાવી હતી.

Web Title: Syed mushtaq ali trophy 2022 arjun tendulkar picks up 4 wickets

Best of Express